________________
જ્યોતિર્મુખ
૧૩૯.
૪૫ વૈર્યવાન, ધર્મરૂપી રથના સારથી, ધર્મઉદ્યાનમાં રમવાના પ્રેમી, પોતાની જાતને વશમાં રાખનાર મુનિ બ્રહ્મચર્ય દ્વારા શાંત બનીને ધર્મઉદ્યાનમાં આનંદથી વિચરે.
૧૪ ૦.
૧૧. અપરિગ્રહસૂત્રા પરિગ્રહવૃત્તિના કારણે મનુષ્ય હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે અને પોતાની પાસે જે કંઈ હોય તેમાં ખૂબ આસક્ત રહે છે.
૧૪૧.
સજીવ કે નિર્જીવ એવી નાનકડી વસ્તુનો પણ પરિગ્રહ કરનાર કે તેની અનુમોદના કરનાર આત્મા દુઃખમુક્ત થઈ શકતો નથી.
૧૪ ૨
જે મમત્વને ત્યજી શકે છે તે જ પરિગ્રહને તજી શકે છે. તે મુનિએ માર્ગ જોયો છે, જેણે પરિગ્રહ તન્યો છે.
૧૪ ૩-૧૪૪.
મિથ્યાત્વ, સ્ત્રીભાવ, પુરુષભાવ, નપુંસકભાવ, હાસ્ય, રતિ(ખુશી), અરતિ(કંટાળો), શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ–આ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે. ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્ર, વાસણ, નોકર-ચાકર, પશુ, વાહન, બિછાનાં અને ખુરશી-પલંગ-રાચ-રચીલું – આ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે.
૧૪પ
સર્વ પરિગ્રહથી મુક્ત, શીતળ, પ્રસન્નચિત્ત શ્રમણને સંતોષ દ્વારા જેવું સુખ મળે છે તેવું સુખ ચક્રવર્તીને પણ મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org