________________
મૂળ ગ્રંથઆયોજનની ભૂમિકા ગુજરાતીમાં ‘સમરસત્તનું પ્રકાશન ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતીના ગાળામાં કરવા ધાર્યું હતું પરંતુ અનેક મુશ્કેલીઓ આડે આવી પણ એ બધી અહી ગણાવવી નથી
તીવ્ર આકાલા અને પ્રબળ પુરુષાર્થના સયોગમાંથી જ મોટા કામ સધાતા હોય છે સમાણસુત્ત ગ્રંથના સર્જન પાછળ આવો જ એક ઈતિહાસ પડેલો છે, એ બધો ઈતિહાસ વિગતે તો અહી આપી શકાય તેમ નથી, છતા સંક્ષેપમા એની રજૂઆત ન કરીએ તો મહત્ત્વનાં તથ્યો ગુજરાતી વાચકો સમક્ષ આવ્યા વગર જ રહી જાય એમ બને
વિનોબાજી ગાંધીજી તરફ આકર્ષાયા તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તે હશે જ, પરંતુ વિનોબામાં પોતામાં પણ એક સમન્વય-દષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય-શોધક અને જેને ભગવાન મહાવીરે સત્યાગ્રહીતા કહી છે તેવી મનોવૃત્તિ પડેલી હતી, અને તે જ એમને એ ક્ષેત્રમાં લઈ જવામાં મહદ્ અંશે કારણભૂત હતી આ વૃત્તિના સહજ પરિણામસ્વરૂપ વિશ્વના તમામ મહાન ધર્મોના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વત. વિશ્વના સર્વ ધર્મ સમાન છે એવી એમની સમજમાથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતા પ્રવચનો, જપુજી, ધમપદ, ભાગવતધર્મસાર, તાઓ ઉપનિષદ્ વગેરે અનેક ગ્રંથો મળ્યા આ ધર્મ-સારમાળામાં એક મહત્ત્વનો મણકો ખૂટતો હતો જૈન ધર્મીઓના બધા જ પંથોને માન્ય એવો જૈન-ધર્મ-સાર આપવો અઘરો હતો આ આવશ્યકતા એ બધા પંથોના ધર્મગુરુઓને સમજાય અને વળી એવી કોઈ વિદ્વદ્ વિભૂતિ આગળ આવી એ કામ માથે લે તે જરૂરી હતુ. વિનોબાજીની આવી સદ્-વાસના ફળે એમા કાળ-પુરુષને પણ રસ હશે
ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મ જયંતીનું આગમન, વિકસિત સમાજચેતના, અને વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલા વિનોબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા–આ ત્રણના યોગે આ ગ્રંથના અવતરણ માટેની ભૂમિકા રચી આપી બ્રહ્મચારી વર્ણીજી જેવા તપસ્વી વિદ્વાનના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org