________________
જ્યોતિર્મુખ
૩૧
૯ ૨
અન્યને પીડા થાય એવાં વચનોનો ત્યાગ કરી, અને હિતકારી હોય એવાં વચનો જે બોલે છે તે સત્યધર્મને પામ્યો છે એમ જાણવું.
ખોટું બોલતા પહેલા, ખોટું બોલ્યા પછી અને ખોટું બોલતી વખતે માણસ દુઃખી અને બેચેન હોય છે. એ જ રીતે ચોરી કરનારો અને રૂપદર્શનનો લોભી આત્મા પણ દુ:ખી અને અસ્થિર રહે છે. મનને અપ્રિય લાગે એવી હિતકર વાત સાંભળવી પડે તો, ગુરુકુલવાસમાં રહેનારા મુનિને માટે એ કડવી દવાની જેમ મધુર ફળ આપનારી બને છે.
સત્યભાષી વ્યક્તિ, માતાની જેમ વિશ્વાસપાત્ર, ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ સૌને પ્રિય બને છે.
સત્યમાં તપ છે, સત્યમાં સયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે
લાભ વધારે, તો લોભ વધારે લાભથી લોભ વધે છે. બે માશા સોનાથી જે કાર્ય થઈ જાય તેમ હતું તે કરોડો સોનામહોરોથી પણ ન થયું. (બે માશા સોનું માગવા આવેલા બ્રાહ્મણપુત્રને રાજાએ વધુ માગવા કહ્યું તો તેની માંગણી વધતી વધતી રાજ્ય માગવા સુધી પહોંચી ગઈ હતી.) સોનાના અને ચાંદીના હિમાલય જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને સંતોષ થશે નહિ; કારણ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે.
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org