________________
૮. રાગપરિહારસૂત્ર રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે અને મોહ પણ કર્મનું મૂળ છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે અને જન્મ મરણ એજ ખરું દુઃખ છે.
નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ. નથી કરી શકતો
જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહિં; આથી જ મોક્ષ પસંદ કરવા યોગ્ય ઠરે
ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો તે સુજ્ઞ બ ધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે.
ઘણા દોષ થી ભરેલા, સખ્યત્વ અને ચારિત્રના ગુણોનો નાશ કરનારા, પાપરૂપ એવા રાગ-દ્વેષને કદી પણ વશ થવું નહિ
દેવો સહિત જગતના સર્વ જીવોને કામભોગની સતત
અભિલાષામાંથી ઉદ્ભવતું જે કાયિક અને માનસિક દુખ ભોગવવું પડે છે, તેનો વીતરાગીને માટે અંત આવી. જાય છે. જે જે પ્રકારે વૈરાગ્ય વૃદ્ધિ પામે છે તે ઉપાય કરવા. વિરાગી છૂટે છે; રાગી પોતાના બંધનોનો અંત આણી શકતો નથી.
૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org