________________
જ્યોતિર્મુખ
૨૩
આ આઠ કમનો સ્વભાવ અનુક્રમે પડદો, દ્વારપાળ, મધ ચોપડેલી તલવાર, દારૂ, બેડી, ચિત્ર કાર, કુંભાર અને ભડારી જેવો છે.
૭. મિથ્યાત્વસૂબા
અરે ! સુગતિના માર્ગથી અજાણ અને મૂઢમતિ એવો હું ઘોર-ભયાનક ભવાટવીમાં કેટલું બધું રખડ્યો?
તાવવાળા માણસને મીઠી વસ્તુ નથી ભાવતી તેમ, મિથ્યાત્વને આધીન વ્યક્તિનું દર્શન વિપરીત બની જાય છે – તેને ધર્મ પણ ગમતો નથી
તીવ્ર કષાય ના આવેશવાળી અને મિથ્યાષ્ટિયુક્ત આત્મા દેહ અને આત્માને એક સમજે છે એ બહિરાત્મા કહેવાય
(સિદ્ધાંતની વાતો કરનાર પણ) સિદ્ધાંત અનુસાર વર્તન નહિ કરનાર વ્યક્તિ કરતાં મોટો મિથ્યાદષ્ટિ બીજો કોણ હોઈ શકે?(પોતાના આચરણથી)અન્યના મનમાં શંકા ઉત્પન્ન કરીને એ આત્મા મિથ્યાત્વને ઉત્તેજન આપતો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org