________________
જ્યોતિર્મુખ
પ ૨-૫૪
૧૯ સંસારીજીવને રાગ-દ્વેષ આદિના પરિણામ (સંકલ્પ) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કમથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવો પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઈન્દ્રિયોનું નિર્માણ થાય છે ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેના કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે. આ રીતે સંસારચક્રમાં જીવનું પરિભ્રમણ ચાલતું રહે છે આ સંસારને જિનેશ્વરોએ અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત કહ્યો છે. (જે આત્મા કદી પણ સમક્તિ નહિ પામે તેનો સંસાર અનાદિ-અનત રહેશે. જે સમક્તિ પામે છે તેનો સંસાર અનાદિ-સાંત થઈ જાય છે કારણ કે તે મોક્ષ પામે છે.)
પપ.
જન્મ દુઃખ છે, ઘડપણ દુખ છે, રોગો અને મરણ પણ દુઃખ છે. અરે, આખો સંસાર દુ:ખરૂપ છે, જેમાં પ્રાણીઓ દુખથી પીડાતા રહે છે.
૬. કર્મસૂત્ર
પ૬
જે પદાર્થ જે સ્વરૂપનો છે તેનાથી અન્ય સ્વરૂપે તેને માનવો, બતાવવો કે આચરવો. એને વિપર્યાસ(ભ્રમ) કહેવામાં આવે છે.
પ૭.
જે જે સમયે જીવમાં જેવા જેવા ભાવ જાગે છે તે તે સમયે જીવ તેવા તેવા શુભ કે અશુભ કમોં બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org