________________
૪૫
૪૬.
૪૭
૪૮.
૪૯
4.0.
૫૧.
Jain Education International
૫. સંસારચક્ર સૂત્ર
અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન થાય?
કામભોગોનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ઘકાળનું છે; એમાં સુખ થોડુંક છે અને દુખ વધારે છે કામભોગો સંસારથી મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવા છે.
કેળના ઝાડમાંથી ખૂબ શોધવા છતાં કોઈ સારભૂત (નક્કર) ભાગ હાથમાં આવતો નથી તેમ, ગમે તેટલું શોધો તો પણ ઈન્દ્રિયવિષયોમાંથી સુખ મળી શકતું
નથી.
નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ છે. તે શાશ્વત નથી અને વળી તેનું પરિણામ દુ:ખદાયી છે. એવા સુખ શા કામનાં?
ખુજલીમાં કષ્ટ હોવા છતાં, ખુજલીનાં રોગીને ખુજલી કરતાં સુખ જણાય છે એવી જ રીતે કામભોગો દુ;ખરૂપ હોવા છતાં મોહાધીન મનુષ્યો તેમાં સુખ માને છે.
ભોગની આસક્તિમાં ડૂબેલા, પોતાનાં હિત અને શ્રેયની સાચી સમજ જેમને નથી એવા અજ્ઞાન અને મૂઢ જીવો, માખી જેમ બાખામાં ફસાય તેમ કર્મોમાં બંધાય છે.
જન્મ-જરા-મરણના દુ.ખોને જાણવા છતાં, વિચારવા છતાં વિષયોથી વિરક્ત થવાતું નથી. કેવી દે છે આ ગુપ્તગાંઠ?
For Private Personal Use Only
www.jainelibrary.org