________________
સ્યાદ્વાદ
૨૩૯
૭૩૧.
અનેકધર્માત્મક વસ્તુના એક ધર્મને જાણીને “સમગ્ર વસ્તુ જાણી લીધી” એવું માનનારા લોકો, હાથીના એક-એક અવયવને તપાસીને આખો હાથી જાણી લીધાનું માનનારા જન્માંધ લોકોની જેમ, મિથ્યાષ્ટિ
૭૩ ૨.
૭૩૩.
કોઈ દૃષ્ટિવંત મનુષ્ય હાથીના બધા અંગોને જોઈને હાથીનું રસ્વરૂપ સખ્ય ફરૂપે નિશ્ચિત કરે છે તેમ, વસ્તુના અલગ અલગ પર્યાયોને જણાવનારા બધા નયોને એકત્ર કરીને વસ્તુનો વિચાર કરનારનું દર્શન સમ્યફ છે. જગતમાં જે પદાર્થો વર્ણન કરી શકાય એવાં છે તે બધાં, જેનું વર્ણન નથી કરી શકાતું તેના અનંતમાં ભાગના છે, અને જે વર્ણવી શકાય એવા ભાવો છે તેનો પણ અનંતમો ભાગ જ આગમોમાં વર્ણિત છે. (બધું જ વર્ણવી શકાતું નથી અને વર્ણવી શકાય છે તેટલું લખી કે બોલી શકાતું નથી. આ સંયોગોમાં કોઈપણ બાબત અંગે બધું જ જાણી લીધું હોવાનો દાવો કેવી રીતે કરી શકાય?). પોત-પોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા.
૭૩૪.
૭૩૫.
ભિન્ન ભિન્ન જીવો હોય છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં તેમનાં કર્મો અને ભિન્ન ભિન્ન પ્રકારની તેમની શક્તિઓ હોય છે. માટે સ્વમત કે અન્ય મત વિષયક વાદ-વિવાદથી દૂર રહેવું.
૭૩૬.
જે મિથ્યા દર્શનોના સમૂહરૂપ છે, જે અમૃત સમાન છે, મોક્ષાર્થી જન જેને સરળતાથી સમજી શકે છે એવી પૂજનીય જિનવાણીનો જય હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org