________________
સ્યાદ્વાદ
૭૨૦.
૧૨૧.
૭૨૨.
૭૨૩.
૭૨૪.
૭૨૫.
Jain Education International
૨૩૫
આ સાત કથનોને “સ્યા” ના સંદર્ભ વગર અથવા કોઈ નયની અપેક્ષા વગર અને આગ્રહ પૂર્વક કહેવામાં આવે ત્યારે તે દુર્નયનાં વિધાનો બની જાય છે.
(અન્ય અપેક્ષાઓનો ખ્યાલ રાખ્યા વિના અથવા અન્ય અપેક્ષાઓનો તદ્દન વિરોધ/નિષેધ કરીને કરાતું કથન ખોટું છે. પ્રમાણ કે નય નથી, દુર્નય છે.)
વસ્તુનું કોઈ એક સ્વરૂપે અસ્તિત્વ જણાવવામાં આવે ત્યારે અન્ય સ્વરૂપે તેનું નાસ્તિત્વ આપોઆપ ફલિત થાય છે. આમ, સ્વ - સ્વરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ એ બંને ધર્મ વસ્તુના સ્વભાવમાં જ છે. માટે જ સર્વવસ્તુઓના સર્વ ધર્મોમાં સાત ભંગની યોજના કરી શકાય છે.
૪૧. સમન્વયસૂત્ર
જે જ્ઞાન પરોક્ષ રીતે વસ્તુઓનો અનેકાંતિક સ્વભાવ પ્રકાશિત કરે છે, જે સંશય આદિ દોષોથી રહિત છે તેને શ્રુતજ્ઞાન કહે છે.
વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનું કથન કરવાની ઈચ્છા અથવા કોઈ એક ધર્મની અપેક્ષા રાખીને લોકવ્યવહાર ચલાવનાર જે વચનપ્રયોગ છે તે નચ છે. એ શ્રુતજ્ઞાનનો જ ભાગ છે.
વસ્તુ અનૈર્માત્મક હોવા છતાં ક્યારેક વસ્તુના એક જ ધર્મનું કથન કરાય છે, કારણ કે તે સમયે તેનું પ્રયોજન છે, અન્ય ધર્મોનું નથી, તેથી અન્ય ધર્મોનો ઉલ્લેખ કરાતો નથી.
આવાં. એકધર્માવલંબી કથનો, જો મનમાં અન્ય દૃષ્ટિકોણોની અપેક્ષા રાખીને કરાતાં હોય તો તે સુનય છે, અન્ય નયોની ઉપેક્ષા સાથે કરાતાં હોય તો તે દુર્નય છે. જગતનો સમગ્ર વ્યવહાર નિશ્ચિતરૂપે સુનય દ્વારા જ સિદ્ધ થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org