________________
વ્યાવાદ
૨૩૩
(કોઈ વસ્તુનું કે તેના ગુણધર્મનું કથન સાત પ્રકારે થઈ શકેઃ૧. સ્વની(વસ્તુની પોતાની અપેક્ષાએ વિધેયાત્મક કથનઃ
“સ્થાત્ અસ્તિ.” ૨. પરની (અન્ય વસ્તુની) અપેક્ષાએ નિષેધાત્મક કથનઃ
સ્યાત્ નાસ્તિ” ૩. ક્રમશઃ સ્વ-પર બંનેની અપેક્ષા લઈને કસતું કથનઃ
સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ” ૪. બંને અપેક્ષાનું યુગપત્ર - એક સાથે કથન અશક્ય છે :
સ્યાત્ અવક્તવ્ય ૫. સ્વ અપેક્ષાએ અને યુગપત્ કથન:
ચાત્ અપ્તિ અવક્તવ્ય.” ૬. પર અપેક્ષાએ અને યુગપત્ કથનઃ
“સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય.” ૭. સ્વ - પર અને યુગપતું કથન :
સ્માતુ અતિ નાસિ અવક્તવ્ય”) ત્નાત શબ્દ મનોગત રાખીને કથન કરાય તો આ વાક્યો નયવાક્ય (આંશિક વિધાનો) ગણાય. નયવાક્યનાં ઉદાહણ૧. આ ઘડો છે. (સ્વ અપેક્ષા) ૨. આ દડો નથી. (પર અપેક્ષા) ૩. આ ઘડો છે, આ દડો નથી.(ક્રમશઃ) ૪. આ શું છે અને શું નથી તે એક સાથે કહેવું અશક્ય છે. (અવક્તવ્ય) ૫. આ ઘડો છે પણ બધું એક સાથે કહી શકાય નહીં. ૬. આ દડો નથી પણ બધું એક સાથે કહી શકાય નહીં. ૭. આ ઘડો છે, દડો નથી પણ બધું એક સાથે કહી શકાય નહીં.) સ્વ - દ્રવ્ય, સ્વ – ક્ષેત્ર, સ્વ - કાળ અને સ્વ - ભાવની. અપેક્ષાએ દરેક વસ્તુનું હોવાપણું છે, પર-દ્રવ્ય, ૫ર – ક્ષેત્ર, પર – કાલ, અને પર - ભાવની અપેક્ષા એ દરેકનું ન હોવાપણું છે. (પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવના સંદર્ભમાં જ ઘડાનું અસ્તિત્વ છે. અન્ય પદાર્થના સંદર્ભમાં તેનું અસ્તિત્વ નથી. આમ, દરેક દ્રવ્યમાં અસ્તિત્વ – નાસ્તિત્વ, નિત્યત - અનિત્યસ્વ આદિ સ્વ – પર અપેક્ષાએ જ ઘટી શકે છે.) બંને ધર્મોન બંને દષ્ટિએ વારાફરતી લેતાં ઉભયસ્વરૂપ. ત્રીજું કથન થાય છે. બંને ધર્મોને એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય એવો ચોથો પ્રકાર પડે છે. આ બધાંના સંયોજનથી બાકીનાં ત્રણ ભંગ બને છે.
૭૧૮.
૭૧ ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org