________________
સ્યાદ્વાદ
૭૦૩.
૭૦૪.
૨૨૭ હજી હવે બનનારી બાબતને, જાણે તે બની ગઈ હોય તેમ કહેવી તે ભાવિ નૈગમનાય છે. કોઈનું જવાનું નક્કી થઈ ગયું હોય પણ હજી ત્યાં જવા નીકળ્યો ન હોય. તોય એના વિશે “અમુક સ્થાને ગયો” એવું બોલાતું હોય છે. પરસ્પર વિરોધને લક્ષ્યમાં લીધા વગર પદાર્થોને સતસ્વરૂપ એકમાં સમાવી લેવા તે શુદ્ધ સંગ્રહ નય છે. કોઈ એક જાતિની વ્યક્તિગત સર્વ વસ્તુઓને એક લેખવી તે અશુદ્ધ સંગ્રહ નય છે. (“બધાં જ પદાર્થ દ્રવ્ય છે, બધા જ સત્ છે.” વગેરે શુદ્ધ સંગ્રહ નયનાં કથન છે. વિવિધ દેશ - જાતિ - અવસ્થાના મનુષ્યોને “મનુષ્ય” ગણવા કે બધી જાતની ગાયોને “ગાય” કહેવી એ અશુદ્ધ સંગ્રહ નયનાં ઉદાહરણ છે) સંગ્રહનયથી વણિત વસ્તુઓના પાછાં ભેદ પાડે તેને વ્યવહારનય કહે છે. તે પણ બે પ્રકારનો છે – શુદ્ધ વ્યવહાર નય અને અશુદ્ધ વ્યવહાર નય. (સત્ તરીકે સંગ્રહ નય જેમને એક દ્રવ્ય ગણે છે તેના ધર્મ, અધર્મ, આકાશ વગેરે ભેદ પાડવા એ શુદ્ધ વ્યવહાર નય છે; બધી ગાયો, ગાયો હોવા છતાં “ગાયો દોહી લો” એમ કહેતી વખતે મનમાં પોતાની ગાયો જ અભિપ્રેત હોય છે. આ અશુદ્ધ વ્યવહાર નય છે.) વસ્તુની એક-એક સમયની અવસ્થા પર દૃષ્ટિ સ્થાપીને જે કથન કરાય તે સૂક્ષ્મ જુસૂત્ર નય છે. દા.ત. “શબ્દ ક્ષણિક છે” એ કથન. (શબ્દ બીજી જ ક્ષણે નાશ પામે છે, તે શબ્દરૂપે નાશ પામે છે, પદાર્થરૂપે તો રહે છે. હિંદુ જુસૂચનય દ્રવ્યને લક્ષ્યમાં નથી લેતો, પર્યાયનો જ વિચાર કરે છે)
૭૦૫.
૭૦૬.
૭૦૭.
અમુક સમય મર્યાદા સુધી ચાલુ રહેનાર અવસ્થાઓને સ્વીકારે તે સ્થળ જુસૂત્રનય છે. જેમ કે મનુષ્ય દેહમાં હોય ત્યાં સુધી જીવને મનુષ્ય ગણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org