________________
સ્યાદ્વાદ
૬૮૪.
(મા) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ
૬૮૫.
૬૮૬.
૬૮૭.
૬૮૮.
૬૮૯.
૨૨૧
કેવળજ્ઞાની સમસ્ત જગતને સંપૂર્ણ રીતે જાણે છે; ભૂત, ભવિષ્ય કે વર્તમાનની એવી કોઈ વસ્તુ નથી જેને કેવળજ્ઞાન ન જાણતું હોય.
Jain Education International
વસ્તુ સ્વભાવને અવિરુદ્ધ રૂપે - સમ્યરૂપે જે જ્ઞાન જણાવે છે તેને પ્રમાણ કહે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદનું છે.
અક્ષ એટલે આત્મા; જે જ્ઞાનઆત્માને સાક્ષાત્—સીધું થાય તે પ્રત્યક્ષ જ્ઞાન. આત્મપ્રત્યક્ષ જ્ઞાન ત્રણ છે અવધિ, મન:પર્યવ અને કેવળ (કારણ કે તે સીધાં આત્માને થાય છે - ઈન્દ્રિયો દ્વારા નથી થતા.)
ઈન્દ્રિય અને મન આત્માથી ભિન્ન છે, પુદ્ગલરચિત છે. તેના માધ્યમથી થાય તે પરોક્ષ જ્ઞાન. અનુમાન જેમ પરોક્ષ હોય છે તેમ ઈન્દ્રિયજ્ઞાન પણ પરોક્ષ જ છે.
૫૨ના માધ્યમથી (ઈન્દ્રિયોના માધ્યમથી) થનારાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અનુમાન વખતે પૂર્વે મેળવેલું જ્ઞાન જેમ સહાયક બને છે તેમ મતિ - શ્રુતમાં પણ પૂર્વજ્ઞાત અર્થની સ્મૃતિ સહાયક બને છે. માટે મતિ-શ્રુત પણ પરોક્ષ છે.
ધૂમાડાની નિશાનીથી અગ્નિનું જ્ઞાન થાય છે; આવું અનુમાન જ્ઞાન પરોક્ષ છે એ તો સ્પષ્ટ છે. અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણ પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને વ્યાવહારિક દૃષ્ટિએ પ્રત્યક્ષ કહેવાં હોય તો જરૂર કહી શકાય.
For Private Personal Use Only
www.jainelibrary.org