________________
સ્યાદ્વાદ
૬૭૮.
૬૭૯.
૬૮૦.
૬૮૧.
૬૮૨.
૬૮૩.
Jain Education International
૨૧૯
શબ્દ દ્વારા વિવિધ પદાર્થોનું જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાન શબ્દઆધારિત છે, અને તેની સાથે મતિજ્ઞાન અનિવાર્ય રૂપે હોય છે.
ઇન્દ્રિયો અને મન દ્વારા શાસ્ત્રના અધ્યયનથી જે જ્ઞાન મળે તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન પોતાના વિષયનું શબ્દ દ્વારા વિવેચન કરી શકતું હોવાથી અન્યને બોધ કરી શકે છે. શાસ્ત્ર કે શબ્દ સિવાયનું મન-ઈન્દ્રિય દ્વારા થતું જ્ઞાન મતિજ્ઞાન છે.
વિશેષતા એ છે કે શ્રુતજ્ઞાન હોય ત્યાં તેની પૂર્વે મતિજ્ઞાન હોય જ, પરંતુ મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય જ એવું નથી. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું પાલક - પોષક છે.
સ્થળ, કાળ, વસ્તુ અને ભાવને વિવિધ સીમાઓ સુધી જાણવાની શક્તિને અવધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અતીન્દ્રિય હોવા છતાં સંપૂર્ણ નથી હોતું - અમુક ભાગ પૂરતું હોય છે. દેવ-નારકીના જીવોને આ જ્ઞાન ભવપ્રત્યય (જન્મજાત) હોય છે, મનુષ્યને ગુણપ્રત્યય (કર્મક્ષયથી ઉત્પન્ન થનાર) હોય છે.
મનુષ્યક્ષેત્રમાં રહેલા જીવોના મનના ચિંતિત, અચિંતિત કે અર્થચિંતિત વગેરે અનેક પ્રકારના વિચારોને જે જ્ઞાન દ્વારા જાણી શકાય છે તેને મન:પર્યવજ્ઞાન કહે છે.
કેવળ એટલે એક, શુદ્ધ, સંપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org