________________
સ્યાદવાદ
૬ ૭ર.
૨૧૭ વસ્તુના ધર્મો પરસ્પર ભળેલા છે– આ ધર્મ જુદો” અને “આ ધર્મ જુદો” એવું વિભાજન કરવું યોગ્ય નથી. દૂધ અને પાણી મિશ્ર થયા પછી તેના ઠંડા-ગરમ વગેરે વિશેષ પર્યાયો થાય તે દૂધ-પાણી બંનેમાં સમાવિષ્ટ હોય છે, તેને જુદા પાડી શકાતા નથી, તેની જેમ.
૬ ૭૩.
કોઈ પદાર્થના વિષયમાં પોતે નિઃશંક હોય અથવા શંકિત હોય, ભિક્ષુ સર્વત્ર સાપેક્ષવાદથી વસ્તુનું વર્ણન કરે. ધર્મકાર્યોમાં બે પ્રકારની ભાષા–સત્યભાષા અને અસત્ય-અમૃષાભાષા (વ્યવહાર ભાષા)નો ઉપયોગ કરે અને પ્રજ્ઞાવાન મુનિ ઉચ્ચ-નીચનો ભેદ રાખ્યા વિના ધર્મકથા કરે.
૩૮. પ્રમાણસૂત્ર (બ) પાંચ પ્રકારનું જ્ઞાન ૬ ૭૪.
સ્વનો કે પર પદાર્થનો સંશય, વિપર્ચાસ કે ભ્રમરહિત અવબોધ થવો તે જ્ઞાન છે. આ જ્ઞાન સાકાર - નિશ્ચયાત્મક હોય છે અને તેના અનેક ભેદ પડે છે.
૬ ૭પ.
જ્ઞાનના પાંચ ભેદ છે : મતિજ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
૬૭૬.
આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમનાં ચાર જ્ઞાન ક્ષાયોપથમિક છે, કેવળજ્ઞાન ક્ષાયિક છે. (કર્મના આવરણ સહિતની અવસ્થામાં, કમોંનો થોડો ક્ષય કે થોડો ઉપશમ થવાથી જે પ્રગટે છે તે માયોપથમિક. કર્મનો સંપૂર્ણ અને સદાને માટે ક્ષય થવાથી જે પ્રગટે તે ક્ષાયિક.) ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા – આ બધાં નામ આભિનિબોધિક જ્ઞાનનાં
૬ ૭૭.
છે.
(પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org