________________
સ્યાદ્વાદ
૨૧૫
દ્રવ્યનો એક પર્યાય ઉત્પન્ન થાય છે, પૂર્વવર્તી પર્યાય નષ્ટ થાય છે. તે દ્રવ્ય તો નથી ઉત્પન્ન થયું કે નથી નાશ પામ્યું.
૬ ૬૭.
જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો. વ્યવહાર થાય છે–એટલે કે પુરુષ તરીકે જ એ પદાર્થ ઓળખાય છે. બાળ-યુવાન વગેરે અનેક પ્રકારના તેના પર્યાય બદલાયા કરે છે. (એવું જ દરેક પદાર્થ વિશે સમજવું.) વસ્તુની લાંબા કાળ સુધી એક સરખી ચાલનારી અવસ્થા સામાન્ય પર્યાય કહેવાય. એક સમાન ન હોય તે પર્યાયને વિશેષ પર્યાય કહેવાય. આ બંને પર્યાયો સાપેક્ષદષ્ટિએ દ્રવ્યથી અભિન્ન દ્રવ્ય જ છે. (જીવની મનુષ્યાવસ્થા એ તેનો સામાન્ય પયય કહેવાય અને બાળયુવા-વૃદ્ધ વગેરે અવસ્થાઓ જીવના વિશેષ પર્યાય કહેવાય) જે જ્ઞાનમાં દ્રવ્યના સામાન્ય અને વિશેષ બંને પ્રકારના. ધર્મોનો સમાવેશ થતો હોય તેવું જ્ઞાન જ સુસંગત. ગણાય. એ જ જ્ઞાન. સભ્ય દર્શનનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ માત્ર સામાન્ય પર્યાય કે માત્ર વિશેષ પર્યાયનું નિરૂપણ કરનારું જ્ઞાન સત્વ- સાધક નથી બની શકતું. એક જ વ્યક્તિમાં પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ-ભાઈ વગેરે સંબંધો હોય છે પણ, એકનો પિતા હોય છે તેથી તે બધાનો પિતા નથી થઈ જતો. (આવી સાપેક્ષદષ્ટિથી. દરેક પદાર્થનો વિચાર કરવો જોઈએ.)
૬
૬
૯.
૬૭૦.
૬િ ૭૧.
આત્મા સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભય સ્વરૂપ છે. જો કોઈ તેને માત્ર સવિકલ્પ કે માત્ર નિર્વિકલ્પ કહે તો તે ખરેખર શાસ્ત્રનો સખ્ય અર્થ જાણતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org