________________
મોક્ષ માર્ગ
૧૮૧
પ૭૫.
પ૭૬.
(યોગ્ય સમયે) સાધુ એક તરફથી કષાયોને પાતળા પાડે અને બીજી બાજુથી આહાર ઓછો કરે. જો રોગ ચિકિત્સાને યોગ્ય ન રહ્યો હોય (અને શરીર કામ આપે તેવું ન રહ્યું હોય, તો ભિક્ષુ આહારનો સર્વથા ત્યાગ કરે. ઘાસનો સંથારો મહત્વનો નથી અને પ્રાસુક-શુદ્ધ ભૂમિ પણ મુખ્ય વસ્તુ નથી. જેનું મન શુદ્ધ છે તેને માટે આત્મા જ ખરો. સંથારો છે. (સંથારો = સૂવા માટેની ઊન કે ઘાસની પથારી. પ્રાસુક = જીવરહિત) સંભાળ રાખ્યા વિના વાપરેલું શસ્ત્ર, બેદરકારીથી ઉપયોગમાં લીધેલું ઝેર, અયોગ્ય રીતે આરાધાયેલો વેતાળ, અસાવધાનીથી પ્ર યો જે લું ય રા અને અસાવધાનપણાથી છોડાયેલો સાપ–આ બધાં આપણને જે હાનિ ન કરી શકે તે હાનિ, સમાધિમૃત્યુના ટાણે હૃદયમાં રહી ગયેલું શલ્ય કરે છે. શલ્ય જો દૂર ન થાય તો જીવને ફરીથી બોધિ (સમ્યત્વ)ની પ્રાપ્તિ મુશકેલ બની જાય છે.
પ૭૭-૫૭૮.
પ૭૯.
માટે, નિરભિમાની સાધક પુનર્જન્મની વેલના મૂળિયાં જેવાં માયા, નિદાન અને મિથ્યાત્વ – એ ત્રણે શલ્યને હદયમાંથી ઉખેડીને ફેંકી દે છે.
પ૮ ૦.
મિથ્યાત્વમાં રક્ત, આકાંક્ષા સહિત અને કૃષ્ણ શ્યામાં ડૂબેલા રહીને જે લોકો મરે છે તેમના માટે જગતમાં બોધિ દુર્લભ બને છે.
પ૮૧.
સમ્યગદર્શનમાં સ્થિત, ઈચ્છારહિત અને શુક્લ શ્યામાં લીન રહીને જે લોકો મરે છે તેમને જગતમાં બૌધિ સુલભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org