________________
મોક્ષ માર્ગ
૫૬૮.
૫૬૯.
૫૭૦.
૫૭૧.
૫૭૨.
૫૭૩.
૫૭૪.
Jain Education International
૧૭૯
સર્વોચ્ચ સ્થિતિનું લક્ષ્ય રાખનાર સાધક બાહ્ય કોઈપણ વસ્તુની આકાંક્ષા રાખતો નથી. આ શરીરને પણ તે પૂર્વકર્મના ક્ષયની સાધના અર્થે જ ધારણ કરે છે.
ધૈર્યવાન માણસને પણ મરવાનું છે અને બીણ માણસને પણ મરવાનું છે, મરવાનું અનિવાર્ય છે તો ધીરતાથી મૃત્યુનો સ્વીકાર કરવો એ વધુ ઉત્તમ છે.
એક વાર પણ જો પંડિતમરણ થાય તો સેંકડો જન્મો ઓછા થઈ શકે. મરવું તો એવી રીતે મરવું કે મરણ સુમરણ(સમૃત્યુ) બની જાય.
નિર્ભય સત્પુરુષ એક વખત પણ પંડિતમરણે મરે તો તે અનંત મરણોનો શીઘ્રતાથી અંત આણશે.
ડગલે અને પગલે દોષની સંભાવના છે તે ધ્યાનમાં રાખીને સાધુ વિચરે. દરેક વસ્તુ બંધનકારક છે એ સમજે, લાભ જણાય ત્યાં સુધી શરીરને ટકાવે અને પછી સમજપૂર્વક એનું વિસર્જન કરે. ધર્મસાધનામાં કોઈ બાધા કે જોખમ ઉપસ્થિત થાય નહિ ત્યાં સુધી આહારત્યાગ (અનશન) કરવો અનુચિત છે. કારણ વિના મૃત્યુની ઈચ્છા કરનારો શ્રમણધર્મથી જ કંટાળી ગયેલો છે એમ સમજવું.
સંલેખના બે પ્રકારની છે : બાહ્ય અને અત્યંતર. કષાયોને ક્ષીણ કરવા એ અત્યંતર સંલેખના અને શરીરને ક્ષીણ કરવું એ બાહ્ય સંલેખના.
For Private Personal Use Only
www.jainelibrary.org