________________
મોક્ષ માર્ગ
પપ.૬.
૫૫૭.
૫૫૮.
૫૫૯.
૫૬૦.
૫૬૧.
Jain Education International
૧૭૫
આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જીવ જુદાજુદા સમયે એવા ઉચ્ચ ભાવ (ચિત્તના અધ્યવસાયો) પ્રાપ્ત કરે છે કે જે પહેલાં કદી એણે અનુભવ્યા ન હોય.
=
અજ્ઞાનતિમિરને હટાવવામાં સૂર્ય સમાન જિનેન્દ્રોએ કહ્યું છે કે અપૂર્વકરણ ગુણસ્થાને રહેલા જીવો તે વખતના અપૂર્વ ભાવના બળે મોહનીય કર્મનો ક્ષય અથવા તેનો ઉપશમ કરવા માટે સજ્જ થાય છે તૈયારી કરે છે. તે આત્માઓ અનિવૃત્તિ ગુણસ્થાને રહેલા કહેવાય છે કે જેમના પરિણામો પ્રતિસમય એકધારા સ્થિર સ્વરૂપે ચાલતા રહે છે. નિર્મળ ધ્યાનાગ્નિની જવાળાઓ વડે તેઓ કર્મવનનું દહન કરતા રહે છે.
જેવી રીતે ધોવાઈ ગયા પછી પણ કપડામાં રંગની ઝાંય રહી જતી હોય છે, એવી રીતે દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને રહેલા જીવોમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપનો રાગ વિદ્યમાન હોય છે.
નિર્મળીફળથી પાણીનો કચરો નીચે બેસી જાય અને શરદઋતુમાં સરોવરનું પાણી પણ ધૂળ નીચે બેસી જવાથી સ્વચ્છ થઈ જાય તેમ, જે આત્માનો મોહ સંપૂર્ણ શાંત થઇ ગયો હોય છે તે અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને રહેલો કહેવાય છે.
(આઠમા ગુણસ્થાનથી બે શ્રેણી(સીડી) શરૂ થાય છે. કેટલાક જીવો ઉપશમશ્રેણી પર ચડે છે. તેઓ મોહનું ઉપશમન કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાને પહોંચે છે, પરંતુ ફરી મોહનો ઉદય શરૂ થતાં નીચેના ગુણસ્થાને પાછા આવી જાય છે. જ્યારે બીજા કેટલાક ક્ષપકશ્રેણી(ક્ષયની સીડી) પકડે છે. તેઓ મોહનો નાશ કરતાં કરતાં દશમા ગુણસ્થાનેથી સીધા બારમા ગુણસ્થાને જાય છે.)
મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, ચિત્ત સ્ફટિકપાત્રમાં રાખેલા જળ જેવું પારદર્શક બની ગયું છે, સર્વ ગ્રંથિઓ ઓગળી ગઈ છે, રાગ અને દ્વેષ હંમેશ માટે ચાલ્યા ગયા છે આ ક્ષીણકષાય નામનું બારમું ગુણસ્થાન
છે.
-
For Private Personal Use Only
www.jainelibrary.org