________________
મોક્ષ માર્ગ
૧૭૩
૫૫.૦.
જીવ સમ્યકત્વરૂપી પર્વતના શિખરથી પડીને મિથ્યાત્વ પ્રતિ જઈ રહ્યો હોય - સમ્યગદર્શન ગુમાવી પાછો મિથ્યાત્વની સ્થિતિમાં સરકી રહ્યો હોય – પણ હજી મિથ્યાત્વભાવમાં પ્રવેશ્યો ન હોય એવી વચગાળાની સ્થિતિમાં તે સમ્ય દર્શનનો કંઈક સ્વાદ હજી અનુભવી. રહ્યો હોય છે. આ સાસ્વાદન ગુણસ્થાન છે.
જ્યારે જીવમાં દહીં અનો. ગોળની જેમ સખ્યત્વ અને મિથ્યાત્વ મિશ્ર થઈ ગયાં હોય– બંનેનો સ્વાદ અલગ
અનુભવી શકાય એવો રહ્યો ન હોય એ અવસ્થાને મિશ્રગુણસ્થાન કહે છે.
પપ૧.
પપ રે.
જે જિનેશ્વરકથિત તત્ત્વ પર શ્રદ્ધા ધરાવે છે પરંતુ વિષયોથી કે ત્રસ – સ્થાવર કોઈ પણ જીવોની હિંસાથી વિરમ્યો નથી તે અવિરત સમ્યગ્દષ્ટિ છે.
પપ૩.
જે જિનેશ્વરકથિત તત્ત્વ પર પૂરી શ્રદ્ધા ધરાવે છે અને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શકે છે પણ સ્થાવર
જીવોની હિંસાનો ત્યાગ નથી કરી શકતો તે આત્મા દેશવિરત ગુણસ્થાને રહેલો જાણવો.
પપ૪.
જે શીલના સર્વગુણોથી યુક્ત હોય, મહાવ્રતોનું પાલન કરતો હોય પણ વ્યક્ત કે અવ્યક્ત (સ્કૂલ કે સૂક્ષ્મ) પ્રમાદ જેનામાં હજી રહ્યો હોય અને તેથી જેનું આચરણ થોડું દોષયુક્ત હોય તેને પ્રમત્તસંવત ગુણસ્થાને રહેલો જાણવો. જેનો પ્રમાદ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે, મહાવ્રત, ગુણ અને શીલની માળાથી જે અલંકૃત છે, જે ધ્યાનમાં લીન હોય છે એને અપ્રમત્તસંયત ગુણસ્થાને રહેલો જાણવો.
પપપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org