________________
મોક્ષ માર્ગ
૧૬૩
૫૧૮,
મૃત્યુ પામીને અન્ય સ્થાને જન્મ લઈ લેનાર બીજા જીવ માટે અજ્ઞાની મનુષ્ય શોક કરે છે, પણ પોતે ભવસાગરમાં. દુઃખી થઈ રહ્યો છે તેની ચિંતા તેને થતી નથી.
પ૧ ૯.
દેહ આત્માથી તત્ત્વતઃ ભિન્ન છે એ જાણીને જે આત્મા તરફ વળે છે તેની જ અન્યત્વભાવના સફળ છે.
૫. ૨૦.
(અશુચિ.) માંસ અને હાડકાંના સંયોજનરૂપ, મળ-મૂત્રથી ભરેલા નવ છિદ્રવાળા અને જેમાંથી સતત મલિન સ્રાવો વહી રહ્યા છે એવા આ શરીરમાં સુંદર કહી શકાય એવી વસ્તુ કઈ છે? (આસવ.) ચિત્તવૃત્તિઓને ઉપશાંત કરી, આ મોહક પદાર્થોને ત્યાજ્ય સમજવાપૂર્વક તેમનો ત્યાગ કરવો એ આસવભાવના છે.
૫ ૨૧..
૫ ૨ ૨.
(સંવર.) મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને અંકુશમાં લાવી, જરૂરી પ્રવૃત્તિમાં પણ અપ્રમત્તપણે જયણા-સાવધાની રાખી જે આત્મા કર્મોને આવવાના દ્વારોને બંધ કરે છે તેને નવાં કર્મોનો આસ્રવ થતો નથી.
પ ૨ ૩.
(નિર્જરા.) લોકમાં જે સારું છે તેને જાણી લઈને અને દીર્ઘકાળના ભ્રમણરૂપ આ સંસારને નિઃસાર સમજીને લોકાગ્ર પર સુખભર્યો નિવાસ કરવા માટે તત્પર બનો.
૫ ૨૪.
(નિર્જરા.) અગાઉ બાંધેલા કર્મોના પરમાણુઓ આત્મા ઉપરથી પાછા ખરી પડવા તેને ભગવાને નિર્જરા કહી છે. જે જે સંવરનાં સાધનો છે તે બધા નિર્જરાના પણ સાધન બને છે અર્થાત્ જેનાથી સંવર સધાય છે તેનાથી નિર્જરા પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org