________________
મોક્ષ માર્ગ
૧૬૧
૫૧૧.
(સંસાર.) આ સંસારને ધિક્કાર છે ! રૂપગર્વિત કોઈ યુવાન મરીને પોતાના જ કલેવરમાં મિરૂપે આ સંસારમાં ઉત્પન્ન થઈ શકે છે.
૫૧ ૨.
(લોક.) આ લોકમાં વાળના અગ્રભાગ જેટલી પણ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જીવે અનેક અનેકવાર જન્મમરણનું કષ્ટ ન વેડ્યું હોય.
૫૧ ૩.
કેવો દુ:ખમય છે આ ભવસાગર ! રોગ-જર-મરણ રૂપ મગર-મચ્છો થી એ ભરેલો છે, જન્મની પાછળ જન્મ એવી જન્મ પરંપરા એ તેનો જળરાશિ છે અને ભયંકર દુઃખો એ તેનું પરિણામ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ. રત્નત્રયથી સંપન્ન આત્મા તીર્થ છે, કારણ કે રત્નત્રયરૂપ નૌકા વડે એ સંસાર સાગરને તરી જાય છે.
૫ ૧૪.
પ૧પ.
(એન્વ.) જ્યાં પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનાં કર્મફળ ભોગવે છે એવા આ જગતમાં કોને સ્વજન ગણવો અનો કોને પરજન?
૫૧ ૬.
જ્ઞાનદર્શનયુક્ત અને શાશ્વત એવો આત્મા જ મારો છે; બાકીના બધા પદાર્થો સંયોગથી નિર્માણ થયા છે, તે બધા મારા થી અલગ છે.
૫૧૭.
સંયોગના કારણે જ જીવ દુઃખ પર દુઃખ વેઠતો આવ્યો છે, માટે સંયોગથી સર્જાયેલા સંબંધોનું હું હવે સર્વથા વિસર્જન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org