________________
મોક્ષ માર્ગ
૪૯૯.
૧૫૭ વિવિધ આસનમાં બેસી, જરાય હલન ચલન કર્યા વિના, ઊર્ધ્વ, અધો અને તિરછા લોકના પદાર્થો પર મનને કેન્દ્રિત કરી, કશી જ આકાંક્ષા વિના, સમાધિસ્થ થઈને એ શ્રમણ ભગવાન મહાવીર ધ્યાન કરતા.
૫૦ ૦.
તથાગતો(સત્યને અનુસરનારા) ન તો ભૂતકાળનો વિચાર કરે છે કે ન તો ભવિષ્ય પર લક્ષ્ય આપે છે. કલ્પનાઓને છોડી, વર્તમાન ક્ષણના સત્યનું તટસ્થભાવે નિરીક્ષણ કરતાં કરતાં એ મહર્ષિઓ કમને ખંખેરી નાખે છે.
પ૦૧.
કંઈ કરો નહિ, કંઈ બોલો નહિ અને કંઈ વિચારો નહિ - – જેથી આત્મા આત્મામાં જ સ્થિર થાય. આ જ પરમ ધ્યાન છે.
પ૦ ૨.
ચિત્ત ધ્યાનમાં લીન થાય છે ત્યારે કષાયના કારણે ઉભવ પામતી ઈર્ષ્યા, વિષાદ અને શોક જેવી માનસિક પીડાઓ સાધકને સ્પર્શી શકતી નથી.
પ૦૩.
ધીર સાધક પરીષહ કે ઉપસર્ગથી નથી ચલિત થતો કે નથી ગભરાતો અને સૂક્ષ્મ અનુભવોમાં કે દેવોની માયાજાળમાં એ મુંઝાતો પણ નથી.
પ૦૪.
પવનનો જેને સાથ હોય એવો અગ્નિ વર્ષોના સંચિત લાકડાના ઢગલાને પણ જરા વારમાં બાળી નાખે છે તેમ, ધ્યાનાગ્નિ અનેક જન્મોથી સંચિત કર્મોના ઈંધણને ક્ષણવારમાં બાળી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org