________________
મોક્ષ માર્ગ
૪૯૨.
૧પપ સમાધિની અભિલાષા ધરનાર તપસ્વી શ્રમણ, ઈન્દ્રિયોને ગમતા વિષયોમાં કદી ખેંચાય નહિ અને ન ગમતા વિષયોને પણ મહત્વ આપે નહિ.
૪૯ ૩.
જગતનો સ્વભાવ જેણે સારી રીતે જમ્યો છે, જે નિઃસંગ છે, નિર્ભય છે, આકાંક્ષારહિત છે, જેનું મન વેરાગ્યરંજિત છે તેવો સાધક ધ્યાનમાં સારી રીતે સ્થિર થઈ શકે છે.
૪ ૯૪.
આત્મા શરીરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન-દર્શનમાયા છે. જે યોગી તેનું ધ્યાન કરે છે તે સુખ-દુઃખાદિ દ્વન્દ્રથી અને પાપથી મુક્ત થઈ જાય છે.
૪૯૫.
યોગી પોતાના આત્માને દેહથી અને સર્વ સંયોગોથી ભિન્ન સ્વરૂપે અનુભવે છે અને પરિણામે આસક્તિ– રહિત થઈ શરીર અને અન્ય સર્વ પદાર્થોના મમત્વને તજી દે છે. હું અન્યનો ન બની શકું, અન્ય પદાર્થો મારાં ન બની શકે, હું તો માત્ર જ્ઞાનસ્વરૂપ છું. જે ધ્યાતા આ સત્યનું ધ્યાન કરે છે તે આત્માનું ધ્યાન કરી રહ્યો છે.
૪૯ ૬.
૪૯૭.
ધ્યાનસ્થિત યોગી જો નિજસ્વરૂપનું સંવેદન નથી કરતો તો ભાગ્યહીન વ્યક્તિને રત્ન ન સાંપડે તેમ તેને પાદ્ધ આત્માની ઉપલબ્ધિ થતી નથી.
૪૯૮.
પિંડી, પદસ્થ અને રૂપાતીત એવા ત્રણ સ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવું. કર્મક્ષયની સાધનામાં લીન અને હજી કર્મના આવરણમાં રહેલ અહત એ પિંડ ભગવાન છે. કેવલ્યને પ્રાપ્ત કરી ચૂકેલા પરંતુ હજી દેહધારી અહિત એ પદસ્થ ભગવાન છે તથા દેહ તથા કર્મથી મુક્ત સિદ્ધાત્મસ્વરૂપ અહિત એ રૂપાતીત ભગવાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org