________________
મોક્ષ માર્ગ
૧૪૫
૪પ૮.
ધાદિ ભાવોના ક્ષય અથવા ઉપશમનો અભ્યાસ કરવો અથવા નિજગુણના ચિંતનમાં જોડાવું એ નિયષ્ટિનો પ્રાયશ્ચિત્ત તપ છે.
૪૫૯.
અનંત ભવમાં ઉપાર્જિત કરેલા શુભ-અશુભ કર્મોના સમૂહ તપથી નાશ પામે છે માટે એને પ્રાયશ્ચિત્ત કહ્યું
પ્રાયશ્ચિત્ત તપ દશ પ્રકારનો છે : આલોચના, પ્રતિક્રમણ, ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહર તથા શ્રદ્ધા.
૪૬૧.
જે દોષ અજાણતાં થઈ ગયાં હોય અને જે જાણીજોઈને સેવ્યાં હોય તે બધા દોષોને ગુરુ સમક્ષ સરળભાવે નિવેદન કરવાં એ આલોચના છે.
૪ ૬ ર,
જેમ બાળક સારી-ખોટી વાતોને સરળભાવે બોલી. નાખે છે તેમ કપટ અને અભિમાન તજીને પોતાના દોષની આલોચના કરવી જોઈએ.
૪૬ ૩-૪૬૪.
જેમ પગમાં કાંટો લાગતાં આખા શરીરમાં વેદના અનુભવાય છે અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્યરહિત થવાથી શાંતિ અનુભવાય છે; તેમ જેણે દોષો પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org