________________
મોક્ષ માર્ગ
૧૪૩
૪૫૨.
યોગ્ય સ્થળે વીરાસન વગેરે આત્મહિતકારી. કષ્ટમય આસનો ધારણ કરી કાયાને કેળવવી એ કાયકલેશ તપ
૪૫૩.
સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુઃખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર દુઃખ-કષ્ટ અપનાવીને પોતાની જાતને કેળવવી.
૪પ૪-૪પપ.
રોગીની ચિકિત્સા કરાતી હોય ત્યારે રોગીને કષ્ટ પણ થાય અથવા સુખ પણ થાય. ચિકિત્સા કરવાનો હતુ(તાત્કાલિક) સુખ કે દુઃખનો નથી. એવી રીતે મોહનો ક્ષય કરવા તત્પર સાધકને કષ્ટ પડે અથવા સુખ લાગે, પણ તેનો ઉદ્દેશ(તાત્કાલિક) સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનો નથી. ચિકિત્સાનો હેતુ રોગનાશનો છે એમ તપનો હેતુ મોક્ષય કરવા માટેનો હોય છે, સુખ મેળવવું કે દુઃખ દૂર કરવું એ તપનો મુખ્ય હેતુ નથી.)
() આલ્ચતર તપ ૪૫૬. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવી, સ્વાધ્યાય, ધ્યાન અને
કાયોત્સર્ગ – આ છ પ્રકારનો આત્યંતર તપ છે.
૪૫૭.
વ્રત, સમિતિ, શીલ અને સંયમના પાલનની વૃત્તિ અને ઈન્દ્રિયોને અંકુશમાં રાખવાની કોશીશ એ પ્રાયશ્ચિત્ત તપ છે અને તે હમેશાં કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org