________________
મોક્ષ માર્ગ
૧૩૫
૪ર૭.
૪ ૨૮.
૪ ૨ ૯.
ઋષભ આદિ ચોવીશ જિનોના નામ ઉચ્ચારવાં, તેમના. ગુણોનું કીર્તન કરવું, ઉચિત પદાર્થોથી તેમની પૂજા કરવી અને મન-વચન-કાયાની શુદ્ધિ સહિત વંદન કરવા. એ ચતુર્વિશતિસ્તવ નામનું બીજું આવશ્યક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે મન-વચન-કાયાથી જે દોષ આચરાયાં હોય તેની નિંદા તથા બહ દ્વારા. શુદ્ધિ કરવી એ પ્રતિક્રમણ આવશ્યક છે. (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ = પાપ કઈ વસ્તુ અંગેનું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કયા આશયથી થયું તેનું વિવરણ. નિદા = મનોમન પોતાના પાપને વખોડવું. ગ = ગુરુની સમક્ષ પ્રગટરૂપે વખોડવું) પાપની આલોચના, નિંદા અને ગહી કરવી તથા ફરીથી એવું ન થાય તે માટે તત્પર રહેવું એ ભાવપ્રતિક્રમણ છે. જેમાં આવી તત્પરતા ન હોય એવો કેવળ સૂત્રપાઠ વગેરે) બીજું બધું દ્રવ્ય પ્રતિક્રમણ છે) (આલોચના = ગુરુ સમક્ષ દોષોનું નિવેદન.) ગુરુવંદનમાં છ બાબતોનો સમાવેશ થાય છે : ગુરુ સમક્ષ વંદન કરવાની ઈચ્છા દર્શાવવી, અનુજ્ઞા મળતાં ગુરુની નિકટ જવું, સ્વારની પૃચ્છા કરવી ગુરુની સંયમયાત્રા નિર્વિન છે કે કેમ તેની પૃચ્છા કરવ, તેમના સંચમની અનુમોદના કરવી અને પોતાથી થયેલ અપરાધોની ક્ષમા યાચવી. વંદન કરવાથી ગુરુની. વિનય થાય છે, પોતાના અભિમાનનો નાશ થાય છે, ગુરુજનોનું પૂજન થાય છે, તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે, જ્ઞાનની આરાધના થાય છે અને તેના ફળસ્વરૂપે ધ્યાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂત્રોચ્ચારથી વિરમી, રાગાદિ ભાવોને નિવારી, આત્મલીન થવું એ ભાવપ્રતિક્રમણ છે.
૪૩૦.
૪ ૩૧.
૪ ૩ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org