________________
મોક્ષ માર્ગ
૪૧૩.
૪૧૪.
૪૧૫.
૪૧૬.
૪૧૭.
૪૧૮.
૪૧૯.
Jain Education International
૧૩૧
વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી વાણીને મુનિ સાવધાનપણે અટકાવી લે.
વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી કાયાને મુનિ સાવધાનપણે પાછી વાળી લે.
ખેતરને વાડ, નગરને ખાઈ અથવા કોટ હોય છે, તેમ પાપને અટકાવવા માટે મુનિઓ માટે ગુપ્તિ બતાવવામાં આવી છે.
જે વિવેકી મુનિ આ અષ્ટપ્રવચનમાતાનું સમ્યગ્ રીતે આચરણ કરે છે તે સંસારથી શીઘ્ર મુક્તિ મેળવે છે.
૨૭. આવશ્યકસૂત્ર
પરભાવનો ત્યાગ કરી મુનિ નિર્મળ સ્વભાવી આત્માનું ધ્યાન કરે છે અને અંતર્મુખ - આત્મલીન થાય છે ત્યારે મુનિની એ ક્રિયાને ‘આવશ્યક’ કહેવામાં આવે છે.
મુનિ જ્યારે આત્મલીનતામાંથી હટી જાય છે ત્યારે તે ચારિત્રથી પણ હટી જાય છે. ફરીથી આત્મલીન થવા માટે મુનિએ વિધિપૂર્વક આવશ્યકનું આલંબન લેવું.
નિશ્ચચચારિત્રરૂપ પ્રતિક્રમણાદિ ક્રિયા કરનારો સાધુ વીતરાગ અવસ્થામાં પહોંચે છે—નિશ્ચય ચારિત્રમાં આરૂઢ થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org