________________
મોક્ષ માર્ગ
૪૦૧.
૧૨૭ કાણાને કાણો ન કહેવો, નપુંસકને નપુસંક કહીને ન બોલાવવો. રોગીને રોગી તરીકે ન સંબોધવો અને ચોરનો ચોર ન કહેવો.
૪૦ ૨.
ઈર્ષા, મજાકમકરી, કઠોરતા, નિંદા, સ્વપ્રશંસા, વિકથા વગેરે દોષોથી મુક્ત તથા સ્વ-પરને હિતકારી વાણી. ઉચ્ચારવી એ ભાષા સમિતિ છે. વિથા સ્ત્રીઓ, રાજકારણ, દેશવિદેશ અને ભોજન –– એ ચાર વિષયની, સમયનો અપવ્યય કરનાર રાગ-દ્વેષોત્પાદક વાતો.) આત્માન મુનિ પોતે જોયું હોય એટલું જ બોલે. એની વાણી સંક્ષિપ્ત, સંદેહરહિત, પૂર્ણ અને શુદ્ધ ઉચ્ચારવાળી હોય. એકની એક વાત ફરી ફરીને ન ધે, અને તેની વાણી કોઈને ઉદ્વેગકારી ન હોય.
૪૦૩.
૪૦૪.
નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન. લેનાર વ્યક્તિ જગતમાં દુર્લભ છે. નિષ્કામ દાતા અને નિકામ ભોક્તા-બંને સદ્ગતિના અધિકારી બને છે.
૪ ૦૫.
ઉગમ, ઉત્પાદન અને એષણા – ત્રણ પ્રકારના દોષથી. રહિત ભોજન, વસ્ત્ર કે સ્થાન ગ્રહણ કરવા એ એષણાસમિતિ છે. (ઉગમ દોષ = આલર વગેરે વસ્તુ બનાવતી વખતે લાગનારા દોષ. ઉત્પાદન દોષ = દાતા પાસેથી લેતી વખતે લાગનારા દોષ. એષણા દોષ = હાર વગેરેનો ઉપયોગ કરતી વખતે લાગનાર દોષ.)
૪૦ ૬.
સાધુ ન બળ માટે ખાય, ન જીવવા માટે, ન સ્વાદ માટે. શરીરની પુષ્ટિ કે લાવણ્ય માટે પણ નહિ. મુનિ માત્ર જ્ઞાનાર્જન માટે, સંયમપાલન માટે અને ધ્યાનસાધના અર્થે જ ભોજન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org