________________
મોક્ષ માર્ગ
૩૯પ.
૧૨૫ યતનાથી ચાલવું, યાતનાથી રહેવું, યાતનાથી બેસવું અને યાતનાથી સૂવું, યાતનાથી ખાવું અને યતનાથી બોલવું – આવી સાવધાનીથી વર્તનારા સાધુને કર્મબંધ થતો નથી.
(1) સમિતિ ૩૯૬.
લોકોની અવરજવરવાળા નિર્જીવ માર્ગ ઉપર, સૂર્યપ્રકાશમાં, ચાર હાથ જેટલી જમીન પર દષ્ટિ રાખીને, જીવજંતુથી બચતા રહીને કોઈ આવશ્યક કાર્ય માટે મુનિ ગમન કરે તે ઈર્યાસમિતિ છે. (ઈયગમન - આગમન.)
૩૯૭.
(ચાલતી વખતે) ઈન્દ્રિયોના વિષયો(દશ્ય, અવાજ વગેરે)માં ધ્યાન ન આપે, સ્વાધ્યાય પણ ન કરે, ચાલવાની ક્રિયામાં તન્મય અને તત્પર રહીને જાગૃતિપૂર્વક મુનિએ ચાલવું જોઈએ.
૩૯૮.
વિવિધ પ્રકારના નાનાં-મોટાં જીવો ખોરાક માટે અહીંતહીં એકઠા થયા હોય તેમની પાસે ન જવું, સંભાળપૂર્વક બાજુમાંથી નીકળી જવું.
૩૯૯.
કોઈ પૂછે તો પણ, પોતાને, બીજાને કે બંનેને દોષકારક નીવડે એવું વચન ન બોલવું, નિરર્થક ન બોલવું અને મર્મવેધી વચન પણ ન બોલવું.
૪ ૦૦.
એવી જ રીતે કઠોર, અન્ય પ્રાણીને હાનિકારક નીવડે એવું અથવા જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય વચન પણ બોલવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org