________________
૩૫૫.
મોક્ષ માર્ગ
૧૧૩ એક સમય એવો આવશે કે કોઈ જિન નહિ હોય અને માર્ગદર્શકો અનેક થઈ જશે. પરંતુ હે ગૌતમ, તે તો શુદ્ધ માર્ગ આજે પ્રાપ્ત કરી લીધો છે, તેમાં ક્ષણ માત્રનો
પ્રમાદ ન કર. (મા) વેશ-લિંગ
જે સંયમવિરુદ્ધ માર્ગે ચાલે છે તેને મુનિશથી મહત્તા મળી જતી નથી. વેશ બદલી નાખનાર જો ઝેર ખાય. તો તે શું કરતો નથી ?
૩૫૬.
૩પ૭.
લોકોને વિશ્વાસ પડે, સંયમની રક્ષા થાય, “હું મુનિ છું” એવી સ્મૃતિ પોતાને રહે એ માટે વિવિધ પ્રકારના વેશ અને લિંગની યોજના કરવામાં આવે છે. (લિંગચિહ્ન)
૩૫૮.
કેટલાક મૂઢ લોકો વિવધ પંથોનાં અને ગૃહસ્થોનાં પણ જાતજાતનાં ચિહ્નો ધારણ કરીને અમુક લિંગ ધારણ કરવું એ જ મોક્ષનો માર્ગ છે એમ માને-મનાવે છે.
૩૫૯.
એવો વેશ સમજુ લોકોની દૃષ્ટિમાં ખાલી મુઠ્ઠી જેવો પોકળ છે, ખોટા સિક્કા જેવો અનધિકૃત છે, નીલમ જેવા રત્નની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર રંગીન પત્થર જેવો મૂલ્યહીન છે. સૌથી મોટું લિંગ આંતરિક ભાવ છે; બાહ્ય ચિહ્ન વાસ્તવિક રીતે જોતાં આધારભૂત નથી. જિનેશ્વરોએ ભાવને જ ગુણ-દોષનો માપદંડ ગણ્યો છે.
૩૬ ૦.
૩ ૬૧.
બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવને વિશુદ્ધ રાખવા માટે કરવાનો હોય છે. જેણે આંતરિક પરિગ્રહ (ઈચ્છા કે આસક્તિ) છોડ્યો નથી તેનો બાહ્ય ત્યાગ નિષ્ફળ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org