________________
મોક્ષ માર્ગ
૩૪૮.
૧૧૧ આસક્તિ, કષાય, દંડ, ભય, શલ્ય, હાસ્ય, શોક –– બધાથી બચીને રહેનારો મુનિ ઈચ્છા રહિત હોય છે, બંધનરહિત હોય છે.
૩૪૯.
જેને આ લોકમાં આસક્તિ નથી ને પરલોકમાં પણ કશું જોઈતું નથી એવા મુનિને કોઈ અસ્ત્રાથી છોલે કે કોઈ ચંદનનો લેપ કરે, ભોજન મળે કે ન મળે – બધું સરખું લાગે છે. મુનિ બધા અપ્રશસ્ત - અશુભ કાર્યોરૂપી કર્મના દ્વારોને સંપૂર્ણ બંધ કરે છે અને અધ્યાત્મલક્ષી ધ્યાન અને યોગો વડે પ્રશસ્ત - શુભ આચરણમાં પ્રવર્તે છે.
૩પ૦.
૩૫૧.
ભૂખ, તરસ, ખરાબ સ્થાન, ઠંડી, ગરમી, કંટાળો, ભય
– આવાં કષ્ટોને વ્યથિત થયા વિના સહવા જોઈએ. દેહનાં દુઃખોને સમભાવે સહેવામાં મહાન લાભ સમાયેલો
૩પ ર.
સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે !
૩૫૩.
મુનિમાં જો સમતા નથી, તો વનવાસ, ઉપવાસ, અધ્યયન અને મૌન – એ બધાંથી શો લાભ ?
૩પ૪.
જ્ઞાની અને સંયમી મુનિ ગામડામાં કે નગરમાં શાંતભાવે વિચરણ કર્યા કરે અને શાંતિની અભિવૃદ્ધિ કરતો રહે. હે ગૌતમ, મુનિએ એક ક્ષણનો પણ પ્રમાદ કરવા યોગ્ય
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org