________________
૨૪. શ્રમણધર્મસૂત્ર
(બ) સમતા ૩૩૬,
શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અણગાર, ભદંત, દાન્ત (સંયમી) –શાસ્ત્રોક્ત ધર્મનું આચરણ કરનારા શ્રમણોના આવાં અનેક નામો છે.
૩ ૩૭.
પરમપદની પ્રાપ્તિની સાધનામાં લીન મુનિ પુરુષાર્થમાં સિંહ જેવા હોય છે, સ્વમાનમાં હાથી જેવા હોય છે; એ. વૃષભ જેવા ધુરંધર હોય છે અને હરણ જેવા સરળ. પશુની જેમ એ મમત્વરહિત અને પવનની જેમ બંધનરહિત હોય છે. મુનિ સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, ચંદ્ર જેવા શીતળ અને મણિ જેવા કાંતિમાન હોય છે. મુનિ પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય છે. સર્ષની જેમ મુનિનું સ્થાન અનિશ્ચિત હોય છે. આકાશને જેમ આલંબન નથી જોઈતું તેમ મુનિ પણ આલંબન વગરના હોય છે. જગતમાં કેટલીક વ્યક્તિઓ સાધુ ન હોવા છતાં સાધુ ગણાય છે, પણ અસાધુને સાધુ ન કહેવા, સાધુને જ સાધુ કહેવા.
૩૩૮.
૩૩૯.
જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંચમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણોથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ.
૩૪ ૦.
માથું મુંડાવવા માત્રથી શ્રમણ થવાતું નથી, ૩ નો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભનાં વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org