________________
મોક્ષ માર્ગ
૩૩૦.
૧૦૫ મુનિઓને શુદ્ધ, નિર્દોષ, દેશકાલની દૃષ્ટિએ ઉચિત એવા અન્ન આદિનું દાન કરવું એ ગૃહસ્થોનું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. (ધર્મસાધક કોઈ પણ અતિથિને ભોજન કરાવવું એ પણ અતિથિસંવિભાગ છે.) આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન – એમ ચાર પ્રકારનું દાન શ્રાવકોએ કરવું એવું ઉપાસક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે.
૩૩૧
૩૩ ૨.
અન્નદાનથી ગૃહસ્થ ધન્ય બને છે. આ દાનમાં પાત્રઅપાત્રનો વિચાર શા માટે કરવો જોઈએ?
૩૩ ૩
મુનિઓને યોગ્ય એવી વસ્તુનું દાન દેવાનો અવસર ના મળે તો, શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરનારા ઉત્તમ શ્રાવકો તે વસ્તુ પોતે ખાતા નથી.
૩ ૩૪
મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિન-વચન અનુસાર ભોજન કરનારા કહેવાય આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે.
૩૩પ
મૃત્યુથી ભયભીત એવા જીવોનું રક્ષણ કરવું એ સર્વ દાનોમા શિરોમણિ એવું અભયદાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org