________________
મોક્ષ માર્ગ
૨૭૭
૨૭૮
૨૭૯.
(ઙ્ગ) સમન્વય
૨૮૦
૨૮૧.
૨૮૨.
૨૮૩.
Jain Education International
૮૯
શુદ્ધ ઉપયોગવંતને જ શ્રમણપણું છે, તેને જ દર્શનજ્ઞાન મળેલાં છે. તેનું નિર્વાણ નિશ્ચિત છે જે શુદ્ધ છે તે સિદ્ધ છે એને નમસ્કાર હો.
શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધ સ્થિતિને પામનાર આત્માઓને આત્મામાથી જ પ્રગટનારા, સર્વોત્કૃષ્ટ, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખની ઉપલબ્ધિ થાય છે.
જેને સર્વ પદાર્થોમાં રાગ નથી, દ્વેષ નથી, અને મોહ નથી, જેને સુખદુઃખ બંને સમાન છે એવો મુનિ શુભ કે અશુભ કોઈ આસ્રવ કરતો નથી
(આસવ = આત્મામાં કર્મોનું આગમન થયું.)
નિશ્ચયચારિત્ર સાધ્ય છે; વ્યવહાર ચારિત્ર તેનું સાધન છે તેથી બુદ્ધિમાન સાધક બંને ચારિત્રને ક્રમશઃ જીવનમા અપનાવે છે
અત્યંતર શુદ્ધિ થતાં બાહ્ય શુદ્ધિ અવશ્ય થાય છે વ્યક્તિ અભ્યતર અશુદ્ધિના કારણે જ બાહ્ય દોષોનુ આચરણ કરે છે.
મદ, માન, માયા, લોભ આદિથી રહિત ચિત્તવૃત્તિ એ જ ભાવશુદ્ધિ છે એમ. લોકાલોકદર્શી અહંતોએ ભવ્યજનોને પ્રબોધ્યું છે.
—
પાપકાર્યો તજી દે અને શુભ આચરણમાં તત્પર હોય છતાં જો મોહ આદિને તજે નહિ તો તેવો મુમુક્ષુ શુદ્ધ આત્માને પામી શકતો નથી.
For Private Personal Use Only
www.jainelibrary.org