________________
મોક્ષ માર્ગ
૭પ
૨૨ ૯ કોક વિષયોનો ઉપભોગ કરતો હોવા છતાં નથી કરતો
એમ કહી શકાય, ને કોક ન કરતો હોવા છતાં ઉપભોગ કરે છે એમ કહી શકાય. કોઈ માણસ નાટકમાં લગ્નાદિ કાર્યમાં જોડાયો હોય તો તે કાર્ય કરતો હોવા છતાં કાર્યનો
કર્તા ગણાતો નથી, તેની જેમ ર ૩૦.
ઈન્દ્રિયોના વિષયો પોતે (કોઈના મનમાં) નથી સમતા ઉત્પન્ન કરતા કે નથી વિકાર ઉત્પન્ન કરતા. જે વ્યક્તિ મોહ- અફાનને લીધે વિષયો પ્રત્યે દ્વેષ અથવા આસક્તિ
કરે છે તે પોતે જ પોતાની અંદર વિકાર જગાવે છે. () સમ્યગદર્શન અંગ. ૨ ૩૧
સમ્યગદર્શનના આઠ અંગ છે : ધર્મમાં શંકા ન કરવી, અન્યની આકાંક્ષા ન કરવી, અરુચિ ન રાખવી, મૂઢષ્ટિથી ન વિચારવું, અન્ય વ્યકિતની ધર્મશ્રદ્ધાને પુષ્ટ કરવી, કોઈ વ્યક્તિ ડગી ગઈ હોય તો તેને સ્થિર કરવી, ધર્મવાન લોકોની સેવા કરવી, ધર્મમાર્ગની જગતમાં પ્રસિદ્ધિ કરવી. (આ આઠ અંગના શાસ્ત્રીય નામ : નિઃશંકતા, નિષ્કાંક્ષતા,
નિર્વિચિકિત્સા, અમૃદ્ધદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિસંકષ્ણ, વાત્સલ્ય, પ્રભાવના.) ૨ ૩ ૨.
સમ્યગદષ્ટિ આત્મા (પૂર્ણ શ્રદ્ધાવાન હોવાથી) નિઃશંક અને નિર્ભય હોય છે. સાત પ્રકારના ભયથી એ મુક્ત હોય છે આ નિઃશંકતા અંગ છે (સાનભય ઈહલોકભય (મનુષ્ય કે પશુ તરફથી થનાસે ભય), પસ્તોકભય (દેવતાદિનો ભય), આદાનભય (ચોરીનો ભય), અકસ્માત ભય,
આજીવિકાભય, મરણભય, અપકીર્તિભય.) ૨ ૩ ૩.
કર્મથી મળનારા શુભ-અશુભ ફળો કે જગતની સર્વ વસ્તુઓ – કશાનું આકર્ષણ નું હોવું એ સમ્યગ્દષ્ટિ આત્માની નિષ્કાંક્ષતા છે.
રે ૩૪.
જે સત્કારને નથી ઈચ્છતો, પૂજાને નથી ઈચ્છતો, નમસ્કારને નથી ઈચ્છતો, એ પ્રશંસાને તો ક્યાંથી ઈચ્છ ? સંયમી, વતનિષ્ઠ, તપસ્વી, જાગૃત એવો ભિક્ષુ સદા આત્મગવેષી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org