________________
૩૬
નાંધીએ. તેઓશ્રી અમદાવાદ ટોક એચેઈજ (શેર બજાર) ના કાર્ડ હેકર હતા અને સને ૧૯૪૦ આસપાસ તે કાર્ડ શાહ સાહેબને નામે ટ્રાન્સફર કરેલું. તેઓશ્રીને જ્યોતિષનો ગજબનો શોખ હતો–શેર બજારના ભાવની વધ-ઘટનુંગ્રહોની ચાલનું –દનિક રટણ અને શેર દલાલો સાથે તેજીમંદીની રૂખ” “ટીપ’ વાતચિત. હાલ પણ આ દલાલ તેમનું નામ જ્યોતિષી તરિક જણાવે છે. તેમનું કાર્ડ
સાયલન્ટ’ હતું અને તેઓ કદી સટ્ટો કરતા નહિ તે ઉત્તમ ટેવથી કુટુંબ સુખી રહી શકેલું ખાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં.
અને જ્યોતિષમાં માનો કે ન માન-કેટલાક પવિત્ર નિસ્વાર્થ જ્યોતિષિઓ સચોટ ભવિષ્ય ભાખી શકે છે. શ્રી ગોકળદાસભાઈના તિષના શેખને લીધે કેટલાક જ્યોતિષિઓ અવારનવાર ઘેર આવતા. આવા એક જ્યોતિષિએ એ શ્રી કુમુદચન્દ્ર વિષે તે સમયે બે ભવિષ્યવાણી કરેલી જે તે સમયે તે સંજોગોમાં અશકય જેવી લાગતી. (૧) કુમુદભાઈ મેટી પદવી મેળવી સારૂં કમાશે અને (૨) આ જ જગાએ બંગલો બાંધશે. બને ભવિષ્યવાણી ૧૦૦ ટકા સત્ય નીવડી. ૧૯૭૬માં નિવૃત્તિ પછી જે મકાન લગભગ ૧૦૦ વર્ષ ઉપર જૂનું હશે તે પડાવી નંખાવી તે જગા એ પાયામાંથી નવું મકાન એજનિયરે બાંધ્યું જે પળમાં બંગલા જેવું જ લાગે.
આમ શ્રી સાહેબનું નિવૃતિ પહેલાનું જીવન પુરુષાર્થ પ્રારબ્ધના સંમિશ્રણ જેવું લાગે, અને, હવે છેલ્લે ૧૯૭૬ થી ૧૯૧ સુધીના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન ધર્મમાં–વીતરાગ પરમાત્મામાં અટળ-અચળ શ્રદ્ધા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org