________________
: ૩૨ :
જૈન દર્શન સમય ઉપર સ્વતઃ પાકી જઈ, ભગવાઈ જઈ ખરી પડે છે, તેમ જ તપ-સાધનના બળથી પણ કર્મને પકાવી ક્ષણ કરવામાં આવે છે.
આત્મા પિતાના તપસાધનના બળથી પોતાનાં બંધાયેલાં કર્મોને ખંખેરી નાંખે તે એ ખરી પડે છે, નહિ તે પિતાની મેળે-મુદ્દત પૂરી થતાં પિતાના ફળ બતાવી અથવા ભેગવાઈ જઈ ખરી પડવું એ તે એને સ્વભાવ છે જ. પરંતુ એ ભેગવવામાં જે અશાતિ, દુધ્ધન, કાષાયિક આવેશ થાય છે એનાથી ફરી કર્મ બંધાય છે. આમ લાંબી લાંબી અથવા અનંત પરંપરા ચાલ્યા કરે છે. કર્મનું ફળ શાનિતથી સહન કરી લેવાય અને ફરી કર્મબંધના પાશ બંધાવા ન પામે એવા શમભાવ અને શમભાવથી પિતાની જીવનયાત્રા રખાય, ત્યારે [એવી આધ્યાત્મિકતા વિકસતી જાય ત્યારે] સર્વ કર્મોથી અને સર્વ દુઃખોથી મુક્ત એવી એક્ષ-અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે.
અગાઉ કહેવાયું છે તેમ “સંવર” એટલે “આસવને અર્થાત્ કર્મબન્ધવ્યાપારને અટકાવનાર (આત્માને) શુદ્ધ ભાવપરિણામ. એ (સંવર) “ગુપ્તિ વગેરે સાધનથી સધાય છે. મન-વચન-કાયેગને સમ્યગ નિગ્રહ એ “ગુપ્તિ', વિવેકશાલી પ્રવૃત્તિ એ “સમિતિ', ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય, બ્રહ્મચર્યરૂપ, “ધર્મ', વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ “ભાવના', શાન્તભાવયુક્ત સહિષ્ણુતા એ “પરીષહજય” અને સમભાવપરિણતિરૂપ
* ક્ષુધાતૃષા, ઠંડી-ગરમી, માન-અપમાન, રોગ-તકલીફ શાન્તભાવથી સહવા, પ્રલેશનની સામે ન લલચાવું, બુદ્ધિમત્તા કે વિદત્તાને ઘમંડ ન થ, બુદ્ધિમાતા કારણે ઉદ્વિગ્ન ન થવું એ વગેરે પરીષહજય’ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org