________________
: ૫૧૬ :
જૈન દર્શન
બ્રાહ્મણા, મુનિએ અને તાપસે એ બધાની પણ ખબર લીધી છે. ઉત્તરાધ્યયન સૂત્રના પચીશમા અધ્યયનમાં કહે છે
न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेण कुसचीरेण न तावसो ।। ३० ।।
અર્થ :-માથું મુંડાવા માત્રથી કોઈ શ્રમણ થતા નથી, એકારના જાપ કે આલાપ માત્રથી કાઈ બ્રાહ્મણ થતા નથી, નિર્જન વનમાં રહેવા માત્રથી કાઈ મુનિ થતા નથી અને ઘાસનું ચીવર કે વલ્કલ ધારણ કરવા માત્રથી કાઇ તાપસ થતા નથી.
કોઇ પણ માણસના આન્તરિક જીવનને ચેાગ્ય રીતે પરિચય કેળવ્યા સિવાય કેવળ માહ્યવેષ, માહ્યદેખાવ અથવા આક્રિયા કે ચેષ્ટાઓથી દોરવાઈ જઈ તે માણસમાં તે તે વેષ, દેખાવ અને ક્રિયા-ચેષ્ટા-પ્રવૃત્તિઓથી સૂચિત ગુણા પણ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. એવું અવિચારીપણે માની લેવામાં ઠગાવાના જે ભય રહેલા છે તેની સામે આ બ્લેક લાલમત્તા ધરે છે. અને એની પછીના શ્ર્લોક એ બાબતમાં વિશદ પ્રકાશ પાડતા આ છે–
समयाए समणो होइ बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ तवेण होइ तावसो ।। ३१ ।
અર્થ :-સમતાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ થવાય છે, જ્ઞાન( વિવેકજ્ઞાન )થી મુનિ થવાય છે અને તપથી ( વિવેકયુક્ત, નિષ્કામ તથા સ્વપરહિતસાધક તપથી ) તાપસ થવાય છે.
[ સમતા એટલે સવ પ્રાણીઓ પ્રત્યે સમાનતાને ભાવ કેળવી આત્મીયતા ધરાવવી તે, તેમ જ સુખ-દુ:ખ, લાભહાનિ,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org