________________
= ૪૮૮ :
જૈન દર્શન પર્યવસાન પિતાને સ્વાર્થ સાધવામાં થતું હોય છે. ખાવુંપીવું, સુખસગવડે ભેગવવી અને મોટા મોટા બંગલા બંધાવી લાડી-વાડી–ગાડીની મોજમજાહ લૂંટવી અને તે માટે સારાનરસા ગમે તે ઉપાયે ધનરાશિના ઢગ ભેગા કરી રાખવા એવી તેની બુદ્ધિ અને વૃત્તિ હોય છે. તેની પ્રવૃત્તિથી અન્યનું હિત સધાતું હોય તે પણ તેનામાં તે વખતે અહંકારવૃત્તિ, ઉપકારબુદ્ધિ અથવા યશ કે અન્ય બદલાની લાલસા જલતી રહેતી હોય છે. અજ્ઞાની જપ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સેવા (વૈયાવૃત્ય), સામાયિક, પ્રતિક્રમણ, દેવપૂજન કે ગુરુસેવા આદિ ધાર્મિક ગણતી પ્રવૃત્તિઓ કરતે હોય છતાં તે બાબતમાં તેનામાં અહંવૃત્તિ (ગર્વ) જાગતી પડેલી હોય છે અને પોતે ખૂબ ખૂબ કર્યા કરે છે એવો અહેભાવ તેનામાં વર્તતે હોય છે. આ કારણથી અજ્ઞાનીની પ્રવૃત્તિઓ, ધાર્મિક ગણાતી પ્રવૃત્તિઓ પણ એને બંધનકારક થાય છે. જ્ઞાનીમાં પરાર્થ સાધક બુદ્ધિ અને નિરાભિમાનતા મુખ્યપણે હોય છે, જ્યારે અજ્ઞાનીમાં સ્વાર્થબુદ્ધિ અને અહંકારવૃત્તિ મુખ્ય પણે હોય છે.
પ્રતત વિષયના સંબંધમાં સમજી શકાય છે કે જે કાર્ય કે પ્રવૃત્તિ એની પાછળ રહેલ અજ્ઞાન, મેહ, કષાયને લીધે દુષ્કર્મ બંધક થાય છે, તે જ કાર્ય કે પ્રવૃત્તિ એની પાછળ રહેલી વિવેકદષ્ટિ તથા શુદ્ધ ભાવનાને લીધે શ્રેયસ્કર થાય છે. વાઢ-કાપ પાછળ હત્યારાને આશય જુદો હોય છે અને કર્તવ્યપાલક ડૉકટરને આશય જુદો હોય છે. પહેલા આશય કૂર અને હિંસક છે, જ્યારે બીજાને આશય સામાનું ભલું કરવાને છે. આમ એક જ ક્રિયા એકને ઘોર પાપરૂપ બને છે, જ્યારે બીજાને પુણ્યરૂપ. સ્ત્રીના અંગને સપર્શ ભક્તિ, વાત્સલ્ય યા અનુકમ્પાથી કરાતે નિર્દોષ છે અને કામવાસનાથી કરાતે સદોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org