________________
: ૪૮૫ :
પંચમ ખંડ
હવે નિશ્ચય-વ્યવહાર દષ્ટિ જોઈએ.
જીવ તથા પુદ્ગલ તેમના વ્યાવહારિક સ્વરૂપમાં દષ્ટિગમ્ય થઈ શકે છે. પુગલ મૂળ સ્વરૂપમાં પરમાણુરૂપ કહેવાય, છતાં
જ્યારે તે અનન્તાનન્ત પરમાણુઓના એકત્ર મળવાથી સ્કધરૂપ બને છે ત્યારે આપણું અનુભવમાં આવે છે. જીવ પિતાના શુદ્ધ રૂપમાં ઇન્દ્રિયાતીત હોઈ આપણું અનુભવમાં આવી શકતે નથી, કિન્તુ વ્યાવહારિક રૂપમાં વર્તમાન જીવ પુદ્ગલ સાથે સંયુક્ત થયેલે–ભળેલ હોવાથી આપણને અનુભવમાં આવી શકે છે. જીવ પિતાના હાલના અશુદ્ધ [ પુદ્ગલમિશ્રિત ] રૂપમાંથી–અશુદ્ધિ ટાળી-શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે એવું જીવ માટે અન્તિમ ધ્યેય મનાયેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે દૃષ્ટિ વસ્તુના મૂળ સ્વરૂપને, વસ્તુની તાત્વિક યા શુદ્ધ સ્થિતિને સ્પર્શ કરનારી છે તે નિશ્ચયદષ્ટિ અથવા નિશ્ચય નય કહેવાય અને જે દષ્ટિ વસ્તુની વ્યાવહારિક અવસ્થાને સ્પર્શનારી છે તે વ્યવહારદષ્ટિ અથવા વ્યવહારનય, જે દૃષ્ટિ જીવને માત્ર શુદ્ધ-બુદ્ધિ-નિરંજન-સચ્ચિદાનન્દ તરીકે ઓળખે છે તે નિશ્ચયદષ્ટિ છે અને જે દષ્ટિ જીવને મેહવાન, અવિદ્યાવાન, ક્રોધલાભાદિકાલુષ્યવાન, દેહાધ્યાસી તરીકે ઓળખે છે તે વ્યવહારદષ્ટિ છે. ટૂંકમાં, વ્યવહારગામી દષ્ટિ તે વ્યવહારદષ્ટ અને મૂળતત્ત્વસ્પશી દષ્ટિ તે નિશ્ચયદષ્ટિ, જે સર્વ પ્રાણીઓમાં પરમ ચૈતન્યને જેનારી હોઈ વિશ્વપ્રેમી છે.
નિશ્ચયદષ્ટિને હદયમાં ધારણ કરીને, અર્થાત્ પ્રાણીમાત્ર પ્રત્યે વિશુદ્ધ મૈત્રીભાવ રાખીને વ્યવહારનું પાલન કરવાનું છે એને જ જ્ઞાનીઓ કલ્યાણવિહાર કહે છે
નિશ્ચયદષ્ટિ [ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનદષ્ટિ ] વ્યવહારને તેમાં પેસી જતી અશુદ્ધિઓ હટાવી શુદ્ધ બનાવે છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org