________________
પંચમ ખંડ
: ૪૮૧ :
જિંદગીને નિઃસાર બનાવે છે તેમ, જેઓ કર્મને–પૂર્વકને માનતા નથી તેઓ ભયંકર ભ્રાન્તિમાં ગોથાં મારતા હોય છે. કર્મવાદની સિદ્ધિ અને ઉપયોગિતા વિષે વિવેચન થઈ ગયું છે. કર્મવાદને અવગણનાર માણસને આત્મા જેવા વિશિષ્ટ તત્ત્વની પ્રતીતિ ન હોવાથી વિપત્તિના વખતે તેને સહવામાં તે સમભાવ રાખી શકતા નથી. પ્રાણિવાત્સલ્યને વિશદ ભાવ તેને દુર્લભ જે બની જવાથી સામાન્ય વિધની બાબતમાં પણ તે આકળે બાકળ બની જાય છે. ઉદાત્ત શાંતભાવ તથા પ્રસન્નભાવ તેવાને દુર્લભ રહે છે. કલ્યાણસાધનની મૂળ ભૂમિ-સાચી ભૂમિ અજ્ઞાત અને અપ્રતીત હતાં પિતાને સાચે જીવનવિકાસ સાધવે અશક્ય ય દુર્ઘટ બને છે.
નિયતિ ”નું બળ અદમ્ય છે. આગળ જણાવ્યું તેમ, અકસ્માત્ લાભ આપનાર કે અંતરાય નાખનાર કર્મને “નિયતિ ) તરીકે ગણી શકાય. પુરુષાર્થથી નિવારી શકાય તેમ ન હોવાથી એ વિશેષતાને-નિયતતાને–અંગે નિયતિને પૂર્વકર્મથી પૃથક નિર્દિષ્ટ કરાઈ હશે. કેમકે બીજાં પૂર્વકર્મો પુરુષાર્થથી નિવારી શકાય તેમ હોય છે.
ત્રીજા ખંડમાં જણાવ્યું છે તેમ જાણી લેવું જોઈએ કે કર્મના એ સુગૂઢ અને અગમ, અગોચર કારખાનામાં “ક” તરહતરહના પ્રકારનાં હોય છે. બધાંય કર્મો કંઈ “નિકાચિત” (અનિવાર્ય) પ્રકારનાં હોતાં નથી. એવા કર્મો ખજાનામાં બહુ થોડાં હોય છે. ઘણું ઘણું કર્મો અને તજજન્ય વિદને સુયોગ્ય પ્રયત્નથી ભેદી શકાય એવી સ્થિતિમાં હોય છે, માટે કોઈ કાર્ય સિદ્ધ ન થતાં ઝટ એમ ન માની લેવું જોઈએ કે એ કાર્ય મારા નસીબમાં જ નથી. આપણને આપણા કર્મને પડદાઓ તથા તેમની જાતેની કશી જ ખબર નથી, તે પછી ઉદ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org