________________
: ૪૭૪ :
જૈન દર્શન પ્રવૃત્તિ-સંગને સહકાર છે. શુભ કર્મ અશુભ કર્મના રૂપમાં અને અશુભ કર્મ શુભ કર્મના રૂપમાં ફેરવાય છે એ જીવના પ્રયત્નથી બને છે. જ્યાં કર્મની ગતિ નથી, પહોંચ નથી ત્યાં ઉદ્યમની ધજા ફરહરે છે. કર્મનું (“અદૃષ્ટ”નું) કામ જીવને ભવચક્રમાં ભમાવવાનું–ફેરવવાનું છે, ત્યારે ઉદ્યમ–પ્રયત્ન પુરુષાર્થ કર્મોની સામે લડત ચલાવી કર્મકટકને વિસ્ત કરી આત્માને મુક્તિધામે લઈ જાય છે. કેવલ્યને પ્રગટાવવામાં કર્મનું બળ કારણ નથી, પણ કર્મોનો ક્ષય જ-કર્મક્ષયસાધક પ્રયત્ન જ એક માત્ર મુખ્ય કારણ છે. આ પ્રકારની ઉધમની-પ્રયત્નની આત્મબળની અસાધારણ વિશેષતાઓ ધ્યાનમાં લેતાં “કર્મ”ના મહત્વ તરફ એકાન્ત પક્ષપાત રાખ અસ્થાને છે. કર્મ ( “અદૃષ્ટ”ના અર્થમાં), કર્મ (કિયાના અર્થમાં) પર અવલંબિત છે. માટે સારી-શુભ-પ્રશસ્ત કિયા (સત્કાર્યો) કરવામાં મને વાકુકાયવ્યાપારને શુદ્ધ કે શુભ રાખવામાં દૃઢસંકલ્પી બની રહેવું એ જ કર્મતંત્રને સુધારવા અને નાબૂદ કરવાને ઉપાય છે એમ જ્ઞાની સંતે તરફથી ઉપદેશવામાં આવ્યું છે. કેવળ કર્મવાદી માણસ નિરુત્સાહ-નિરુદ્યમી બનવાથી સફલતાથી વંચિત રહે છે, પિતાના “દારિદ્રય”ને ખંખેરવામાં અસમર્થ બને છે. લક્ષ્મી ઉદ્યોગી પુરુષસિંહને* વરે છે.
સારંવ મffજ કાત્તઃ શ્રતઃ પુનઃ પુનઃ | कर्माण्यारभमाणं हि पुरुष श्रीनिषेक्ते ।।
(મનુસ્મૃતિ, ૯/૩૦૦) અર્થાત–માણસ ફરી ફરી કાર્યપરાયણ બને. કર્મવીરને જ શ્રી સેવે છે.
જર્મન વિદ્વાન સોપનહાર કહે છે કે
"Our happiness depends in a great degree upon what we are, upon our individuality.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org