________________
ચતુર્થ ખંડ
: ૩૮૧૬ સંતતિ તે કદાચિત પિતાના પુરુષાર્થથી પિતૃજન્ય કુસંસ્કારથી મુક્ત થઈ પણ શકે છે, પણ વિચારસંતતિમાં જે વિષને સંચાર થાય તે એને સ્વાથ્યમાં લાવવી દુષ્કર થઈ પડે છે. આજને પ્રત્યેક વ્યક્તિ આ નૂતન પેઢી ઉપર આંખે માંડી રહ્યો છે. કેઈ એને મજહબની શરાબ પીવરાવે છે, તે કઈ હિન્દુત્વની, કઈ જાતિની, તે કઈ પિતાની કુળ-પરંપરાની. ન માલમ કેટલા પ્રકારની વિચારધારાઓની રંગબેરંગી શરાબ માણસની ટુબુદ્ધિએ તૈયાર કરી છે અને પોતાના વર્ગની ઉગ્રતા, સ્વસત્તાસ્થાયીત્વ અને સ્થિર સ્વાર્થોની રક્ષા માટે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાષ્ટ્રીય વગેરે અનેકવિધ સુંદર મેહક પામાં રેડી રેડી ભોળી નૂતન પેઢીને પિવરાવી તેમને
સ્વરૂપષ્ણુત કરવામાં આવે છે. તેઓ આના નશામાં માનવસમત્વાધિકારને ભૂલી પેતાના ભાઈઓ પ્રત્યે ક્રૂરતા અને નૃશંસતાથી વર્તતાં અચકાતા નથી. આજના વિચિત્ર કલુષિત યુગમાં જ્યાં માનમાં પરસ્પર આ હાલત છે, ત્યાં પશુરક્ષા તેમ જ પશુસુધારની વાત ક્યાં કરવી?
જીવનશક્તિના વાસ્તવિક તત્ત્વનું યથાર્થ જ્ઞાન જ એવી ઉત્તમ રેશની છે, જે આ બધા કાલુષ્ય અંધકારને વિખેરીનાખી પવિત્ર પ્રકાશ પાથરી શકે છે, જે એના ધારકને સર્વમંગલરૂપ માર્ગ પર ચડાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org