________________
• ૩૮૦૪
જૈન દર્શન
દષ્ટિએ પિતાનાં આચરણ અને વર્તન એવાં સારાં રાખવાની જરૂર ઊભી થાય છે કે જેથી એ બને સમાજ પર બુરી અસર ન પડતાં સારી અસર પડતી રહે. શહેરની સુધરાઈ જેમ બધા શહેરીઓને માટે સુખની વસ્તુ બને છે, તેમ આપણા આ મનુષ્ય તથા પશુ સંસાર રૂપ શહેરની સુધરાઈ એ શહેરના બધા શહેરીઓ માટે સુખની વસ્તુ બની શકે છે. એ બને વર્ગોને સુધારવા માટે તત્પરતા ધરાવવી તે પરલોકને સુધારવા માટેની તત્પરતા છે.
બીજે એક પરલેક છે માણસની પ્રજા–સન્નતિ માણસના શરીરથી થવાવાળાં સત્કર્મો કે દુષ્કર્મોના જીવિત સંસ્કાર રક્તવીર્ય દ્વારા એની સખ્તતિમાં આવે છે. માણસમાં કેદ્ર, ક્ષય, પ્રમેહ, કેન્સર જેવા સંક્રામક રેગે હોય તે એનું ફળ એની સખ્તતિને ભેગવવું પડશે. માણસના અનાચાર, શરાબખેરી વગેરે દુર્વ્યસનેથી થવાવાળા પાપસંસ્કાર રક્તવીર્ય દ્વારા એની સખ્તતિમાં ઊતરશે, અને એ માનવજાતિની ઘેર દુર્ગતિ કરશે. માટે પરલેકને સુધારવાને અર્થ છે સન્તતિને સુધારવી, અને સન્તતિને સુધારવી એટલે પોતાની જાતને સુધારવી. .
જેમ મનુષ્યને પુનર્જન્મ રક્તવીર્ય દ્વારા એની સત્તતિમાં થાય છે, તેમ વિચારો દ્વારા મનુષ્યને પુનર્જન્મ તેના શિષ્યમાં તથા આસપાસના માણસમાં થાય છે. આપણા જેવા આચાર– વિચાર, તેવી અસર શિખ્યામાં તથા નિકટવર્તીઓમાં પેદા થવાની. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે કે જાણુ યા અજાણપણે તેની અસર બીજા ઉપર યા બીજાની અસર તેના ઉપર પડ્યા કરે છે. મનુષ્યના ઉપર પિતાના સુધાર-બગાડની જવાબદારી તે છે જ, સાથેસાથે જ માનવસમાજના ઉત્થાન અને પતનમાં પણ એને હિસે સાક્ષાત્ યા પરંપરામાં રહે છે. રક્તવીર્યજન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org