________________
તૃતીય ખંડ
* ૩૦૧ : ઉલ્લસિત મનથી ચાલે છે. કેમકે એ સમજે છે કે “મનુષ્યસમાજ ન્યાયસમ્પન્ન સૌજન્યભૂમિ પર વિહરવા લાગે તે એનું એહિક જીવન ખૂબ સ્વાથ્થવાળું બની શકે છે, અને મરણોત્તર પરલેક હશે તે તે પણ ઐહિક જીવનના રૂડા વહેણના પ્રભાવે સારે સુખાત્ય મળવાને.”
નિઃસહ, ધર્મ ઐહિક–પ્રત્યક્ષ-લદ્દરૂપ છે એમ સમજવું કેવલ યથાર્થ જ નથી, જરૂરનું પણ છે. માણસ અહીં દેવ બને તે જ મરીને દેવ બની શકે છે. અહીં પશુ જીવન જીવવાના કારણે જ મરણેત્તર પશુજીવનની (તિર્યંચ) ગતિમાં અને અહીં ઘેરદુષ્ટતારૂપ નારકીય જીવન જીવવાના કારણે જ મરણોત્તર નારકીય ગતિમાં પડે છે. એ જ પ્રમાણે, આ દેહ માનવતાને માણસાઈના સદ્ગુણેને ખીલવનાર મરીને પુનઃ માનવ બને છે.
આ બધાને ફલિતાર્થ એ નીકળે છે કે અનીતિ–અન્યાયઅસ યમરૂપ દુશ્ચરિત્રની હેયતામાં અને નીતિ-ન્યાય–સંયમરૂપ સચ્ચરિત્રની ઉપાદેયતામાં વિશુદ્ધ સમજ, વિશુદ્ધ વિશ્વાસ હોવાં એને સમ્યગ્દર્શન, સમ્યકત્વ અથવા તત્ત્વાર્થ શ્રદ્ધાન સમજવું જોઈએ, જેના વિસ્તૃત પ્રચારના પ્રભાવે, મનુષ્યસમાજમાં વ્યાપેલાં વિલાસલસ્પટતા, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સત્તા–અધિકારવાદ, ગુરુડમવાદનાં ભયંકર વાવાઝોડાંનાં અતિવિષમ આક્રમણ નીચે પોષાતી અનીતિ-અન્યાય-અત્યાચાર તેમ જ શેષરીની ભયાનક બદીઓ અને ઉચ્ચનીચભાવના સમાજશેષક ઉન્માદ રોગ નાબૂદ થઈ અહિંસા, સત્ય, આવથક પરિમિત પરિગ્રહ અને સમદષ્ટિ તથા ભૂતવાત્સલ્યના સર્વોદયસાધક સદ્ગુણેના આલોકથી આ લેક આલકિત બની સ્વર્ગનું પણ સ્વર્ગ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org