________________
તૃતીય ખંડ
: ૨૯ : આશીર્વાદરુપ છે, એ સર્વોદયના માર્ગે વિહરનાર પિતાના જીવનને ધન્ય બનાવી જાય છે.
સ્વર્ગ–નરકાદિ પરલેક માનવા જેટલી બુદ્ધિ તૈયાર ન હોય તે સ્થિતિમાં પણ ધર્મની આવશ્યકતા અને ઉપયોગિતા એટલી જ રહે છે. કારણ એ છે કે એ (ધર્મ) ખરેખર જ પ્રત્યક્ષ પરિણામકારક વસ્તુ છે. જેમ જળ, ખેરાક વગેરેનું દેહપ્રદેશમાં સ્પષ્ટ પરિણામ છે, તેમ ધર્મચર્યાનું મને ભૂમિ પર સ્પષ્ટ પરિણામ છે. મનની વિકૃત દશાનું સંશોધન અથવા સત્ય, સંયમ અનુકમ્મા આદિ ભવ્ય ગુણેથી જીવનનું સંસ્કરણ એ જ તત્વતઃ ધર્મવસ્તુ છે. એ જીવનની સ્વાભાવિક વસ્તુ છે, એ જીવનની સ્વાભાવિક સાચી સ્થિતિ છે. એ કંઈ સ્વર્ગ-નરકાદિ વિષયેની દાર્શનિક ફિલસુફી પર અવલંબિત નથી. જીવનની એ સાચી સ્થિતિમાં જ સુખની ચાવી રહેલી છે. એ વગર સુખને શેધવાના સઘળા પ્રયત્ન વ્યર્થ જાય, દુઃખમાં જ પરિણમે.
ધર્મની ભૂખ હોય ત્યાં ધર્મશાળાને પ્રશ્ન ગૌણ રહે છે. એવી (ધર્મની ભૂખવાળી) વ્યક્તિ પોતાની તે ભૂખને તૃપ્ત કરવા પાછળ જ પ્રયત્નશીલ રહે છે. તે સમજે છે કે ગમે તે
શાળા માં ભુખને સંતોષી શકાય છે, પછી “શાળાની બડાઈ” મારવાને અર્થ શું? પણ માણસને જ્યારે બીજી બાબતની જેમ એ બાબતને અહંકાર વળગે છે ત્યારે ધર્મશાળાને ઉદેશ જે ધર્મસેવનને છે તેને તે ભૂલી જાય છે અથવા ભૂલાવી દે છે અને ધર્મને પૂજક મટી ધર્મશાળાને પૂજક બની જાય છે. ભિન્નભિન્ન સમ્પ્રદાયે પાડોશી છે અને પાડેશી– ધર્મ સમજાય તે તે બધા વચ્ચે કે સરળ મેળ બંધાય? પિતાની શાળાની કોઈ વિશેષતા હોય અથવા સગવડ વધ હોય તે જરૂર પિતાના પાડોશીને તે જણાવીએ, પણ તે નમ્રપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org