________________
: ૨૪૦ :
જૈન દર્શન ક્ષાપશમિક સમ્યકત્વ અને ચારિત્રમોહના ક્ષપશમથી ક્ષાપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે.
સમ્યક્ત્વની વિરોધી મિથ્યાત્વવૃત્તિઓ કેવી હોય છે તે પાંચ ભેદમાં શાસ્ત્રકાર જણાવે છે. તે આ પ્રમાણે –
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ એટલે તત્વની પરીક્ષા કર્યા વગર કેઈ એક સિદ્ધાંતના પક્ષપાતી બની અન્ય સિદ્ધાન્તનું ખંડન કરવું તે.
સમ્યકત્વી કદિ અપરીક્ષિત સિદ્ધાંતને પક્ષપાત કરતું નથી. અતએ જે વ્યક્તિ તવપરીક્ષાપૂર્વક કેઈ એક પક્ષ સ્વીકારી અન્ય પક્ષનું ખંડન કરે છે તે આભિગ્રહિક મિથ્યાત્વી ન કહેવાય. જે કુલાચાર માત્રથી પિતાને જૈન (સમ્યકત્વી) માની તત્ત્વપરીક્ષણ કરતું નથી, સવિક ધરાવતા નથી અને નિર્વિકપણે “લકરના ફકીર' જે છે તે નામથી “જૈન”, પણ વસ્તુતઃ “આભિગ્રહિક મિથ્યાત્વી” છે. “માષતુષ” મુનિ વગેરેની જેમ તત્ત્વપરીક્ષા કરવામાં સ્વયં અસમર્થ માણસે પણ જે ગીતાર્થ (યથાર્થ પરીક્ષાબુદ્ધિવાળા બહુશ્રુત)ને આશ્રય હેઠળ હોય તે તેઓ આ મિથ્યાત્વવાળા નથી. કેમ કે ગીતાર્થના આશ્રય નીચે રહેવાથી મિથ્યા પક્ષપાતને સંભવ રહેતું નથી.
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ એટલે ગુણદોષની પરીક્ષા કર્યા વગર જ બધા પક્ષે બરાબર છે એમ માનવું તે.
આ મિથ્યાત્વ મન્દબુદ્ધિવાળા અને પરીક્ષા કરવામાં અસમર્થ એવા સાધારણ માણસમાં મળી આવે છે. આવા માણસે પ્રાયઃ સમજ વગર એવું બોલતા હોય છે.
(૩) આભિનિવેશિક મિથ્યાત્વ એટલે પિતાને પક્ષ અસત્ય જાણીને પણ એની સ્થાપના કરવા માટે દુરભિનિવેશ (દુરાગ્રહ) કર તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org