________________
તૃતીય ખંડ
: ૨૧૩ ચેતના સ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ એ જીવ પિતાની ચેતને શક્તિથી જાણે છે, વસ્તુનું જ્ઞાન કરે છે, કરી શકે છે. જીવ અન્ય પદાર્થોનું જ્ઞાન કરી શકે છે, એટલું જ નહિ, તે પોતાનું પણ જ્ઞાન કરી શકે છે. અને એટલા માટે તે સ્વપરપ્રકાશક કહેવાય છે. જ્ઞાન માત્ર (સાચું કે ખે) સ્વપ્રકાશક (સ્વસંવેદનરૂપ અથવા સ્વસંવિદિત) છે, અર્થાત પિતે સ્વયં પોતાને પ્રકાશ કરે છે. પરંતુ યથાર્થ જ્ઞાન સ્વપ્રકાશક અને અર્થ–પ્રકાશક બને સ્વરૂપવાળું હાઈ સ્વપરપ્રકાશક (સ્વપરવ્યવસાયી) ગણાય છે. જ્ઞાન સ્વયંપ્રકાશરૂપ હોઈને જ અર્થને પ્રકાશિત કરે છે
પ્રદીપની જેમ. જે જ્ઞાન છેટું (સન્દિગ્ધ યા બ્રાન્ત) હોય તે પરપ્રકાશક ન હોય એ તે ખુલ્લું જ છે.
વિશ્વમાં જેટલા પદાર્થો છે તે બધા સામાન્ય તથા વિશેષ સ્વભાવવાળા છે. જ્યારે ચેતના પદાર્થના વિશેષ સ્વભાવ તરફ. લક્ષ ન કરતાં મુખ્યત્વે પદાર્થને સામાન્ય સ્વભાવને લક્ષ્ય
१ " स्वनिर्णयस्तु अप्रमाणेऽपि संशयादौ वर्तते । न हि काचित् ज्ञानमात्रा सास्ति या न स्वसंविदिता नाम ।"
(હેમચન્દ્રાચાર્યની પ્રમાણમીમાંસાના ત્રીજા સૂત્રની વૃત્તિ ) २ “मान प्रकाशमानमेव अर्थ प्रकाशयति प्रकाशकत्वात् કલોવત! ”
(ઉક્ત ત્રીજા સૂત્ર ઉપરની અવતરણિકામાં) અર્થાત પ્રદીપને પિતાના પ્રકાશન માટે બીજી વસ્તુની અપેક્ષા નથી, એ પિતે પ્રકાશરૂપ છે, અને એમ હોઈને જ એ અર્થને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ પ્રકાશ હેબને જ પરપ્રકાશ કરે છે. જે સ્વયંપ્રકાશરૂપ ન હોય તે પરપ્રકાશક ન હોઈ શકે (અર્થપ્રકાશન કરી શકે. જેમ ઘટ જ્ઞાન અર્થપ્રકાશક કરે છે, માટે સ્વપ્રકાશ છે. આ પ્રમાણે જ્ઞાનને સ્વસંવિદિત (સ્વપ્રકાશરૂપ) સિદ્ધ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org