________________
તૃતીય ખંડ
* ૧૮૫: તેમની ટીકામાં ન પડવું જોઈએ. પિતાના કષાયના ઉપશમનના લાભ માટે ભગવાનની મૂર્તિને સહારો લેનાર, ભગવાનની મૂર્તિને સહારે ન લેવાના કારણે બીજાને નિન્દ કે બીજાઓ સાથે કષાયમાં ઊતરે તે તેઓ પિતાનું ધ્યેય ચૂકી જતા ગણાય. આમ કઈ સાધનનું [ બાધા સાધનનું ] અવલંબન લેવા ન લેવાની બાબતને પકડી સંકુચિત વાડાબંધી જેવી કે પિષવી ચોગ્ય ન ગણાય. મૂર્તિને સહારો પિતાને માટે જરૂરી ન લાગતાં ન લેનારાઓએ પણ મનુષ્યસમૂહની–મૂર્તિને સહારે લેવાનીરુચિને ખ્યાલમાં લઈને, તે રુચિને સંતોષવા માટે કલ્યાણસાધનના હેતુએ બંધાયેલાં ઐતિહાસિક પવિત્ર દેવાલયે, જેએ એક વિશિષ્ટ સંસ્કૃતિનાં ધામ છે, તેમની તરફ સન્માનવૃત્તિ રાખવી જોઈએ અને મહાત્મા પુરુષનાં ચિત્ર, મૂર્તિ કે તસ્વીર તરફ જેમ સહજ સન્માનવૃત્તિ હોય છે તેમ ભગવાનની મૂર્તિ તરફ સહજ સન્માનવૃત્તિ તેમને હોવી જોઈએ. - હા, એટલું ખરું કે વીતરાગ ભગવાનની મૂર્તિમાં વીતરાગતાને દેખાવ જોઈએ. રાગદ્વેષરહિત, અહિંસા-સંયમતપ-ત્યાગના સદ્ગુણેના પૂર્ણ ઉત્કર્ષથી પ્રકાશિત એવા વીતરાગ ભગવાનની ધ્યાનસ્થ વીતરાગ વેગીની આકૃતિવાળી મૂર્તિમાં વીતરાગતા સાથે અસંગત થાય, વીતરાગ મુનિને ન છાજે એ દેખાવ ન લાવવું જોઈએ.
જીવનનિર્વાહ માટે હિંસાની તરતમાતાને વિચાર
હિંસા વિના જીવન અશક્ય છે એ વાતને સ્વીકાર કર્યો જ છૂટકે છે, પરંતુ તે સાથે, ઓછામાં ઓછી હિંસાથી શ્રેષ્ઠ રીતે જીવવું એ જીવનને નિયમ અથવા કાયદે મનુષ્ય પાળવાને છે. પણ ઓછામાં ઓછી હિંસા કેને કહેવી એ પ્રશ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org