________________
૧૭૦ :
જૈન દર્શન દાખલા તરીકે, ચેખા ખાનારી પ્રજાની સગવડ ખાતર બીજા અનાજ ઉપર જીવનાર લેકે ચેખાનું રેશન છેડી દે એ પ્રેમમૂલક ત્યાગ છે.
(૩) દાનમૂલક ત્યાગમાં “પૂણીઆ” શ્રાવકનું ઉદાહરણ આપી શકાય કે જે, રૂમાંથી પૂણીઓ બનાવી બે માણસ પૂરતું કમાતે હોવા છતાં પોતે અને પિતાની પત્ની વારાફરતી એક ટંક ભૂખ્યાં રહી એક અતિથિને પિતાને ત્યાં જ જમાડતે હતે.
પરંતુ કોઈ માણસ પાંચ રૂપીઆની નોટ ત્યાગ કરવા અર્થે ફાડી નાખે તે તે ત્યાગ ગણાય? નહિ જ, એ તે કેવળ સ્વછંદ અને મૂખઈ જ ગણાય. કારણ કે એથી કોઈને એટલા પૈસાને લાભ ન મળતાં કેવળ એને નાશ થાય છે. તેમ જ બેકારી અને ભૂખમરાને લીધે સમાજની વિપદૂગ્રસ્ત સ્થિતિ પ્રવર્તતી હોય તેવા વખતે એ પ્રત્યે દુર્લક્ષ કરી ધર્મનું નિમિત્ત આગળ ધરી આડંબર ખાતર યા વાહવાહ ખાતર ધનવ્યય કરનારને, ઉચિત અને ખરા ત્યાગથી મળનારે આધ્યાત્મિક લાભ મળી શકે નહિ એ સ્પષ્ટ છે, વળી જુગાર, સટ્ટા, કાળાબજાર યા અન્ય અન્યાયી તરીકાઓથી પ્રાપ્ત કરેલા ધનથી કરાવાતી ધાર્મિક ક્રિયાઓ સાચા ધર્મને દૂષિત બનાવે છે. એટલું જ નહિ, પણ અન્યાયપાર્જિત ધન મેળવીને ધાર્મિક ગણાતી ક્રિયાઓમાં ખર્ચવાથી ધર્મ થાય છે એ લેકમાં બેટો ભ્રમ પેદા કરે છે અને અધર્મથી પણ ધન પેદા કરવાની વૃત્તિને ઉત્તેજે છે.
ત્યાગ એક જાતનું સ્વપરહિતકારક તપ છે. સ્વાદજયના કારણે કે અન્ય કારણે અનશનાદિ તપ કરનારા મનુષ્ય પોતપોતાની શક્તિ અનુસાર “પૂણીઆ” શ્રાવકના દાખલાના હાર્દને અનુસરશે ત્યારે, અન્ય કઈ પણ ઉપાયથી નહિ થઈ શકે એવી પ્રભાવના શાસનની થશે. કેઈ પણ ધર્મની કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org